________________
જૈનધર્મનો અમૂલ્ય વારસો : સચિત્ર હસ્તપ્રતો
જૈન ધર્મની સચિત્ર હસ્તપ્રતોમાંથી સામાજિક, ધાર્મિક ઇતિહાસ, પ્રાચીન ગામોના સ્થાનિક ઇતિહાસ તેમ જ પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતની સંસ્કાર અને સાહિત્ય પ્રવૃત્તિઓ વિશે ઉપયોગી માહિતી મળે છે. આ જૈન સચિત્ર હસ્તપ્રતમાંના ચિત્રો મધ્યકાલીન પશ્ચિમભારતની ચિત્રશૈલીના ઉત્તમ નમૂના પૂરા પાડે છે. આ શૈલીનાં ચિત્રો લઘુચિત્રો સ્વરૂપે મળે છે. આ લઘુચિત્રોની શૈલીના નમૂના ખાસ કરીને જૈન કે જૈનાશ્રિત લખાયેલા ગ્રંથોના લઘુચિત્રોના રૂપમાં દોરાયેલાં છે. ચિત્રોની આ શૈલીને ગુજરાતની શૈલી કે મારુ-ગુર્જરશૈલી પણ કહે છે.
આમ ગુજરાતના આ હસ્તપ્રત-સંગ્રહો ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા સમાન છે. એ વર્તમાનયુગના અને ભાવિ પેઢીના વિદ્યાના ઉપાસકોને માટે મહામૂલી મૂડી છે. આ અમૂલ્ય હસ્તપ્રતોની જાળવણી ખૂબ જ કાળજી માગી લે છે. આવા પ્રાચીન ગ્રંથોને યથાવત્ રાખવા માટે ખાસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જંતુરહિત અને સાફ રાખવાની પ્રક્રિયા નિયમિત રીતે થવી જોઈએ. ગુજરાતના તમામ હસ્તપ્રત સંગ્રહોમાં રખાયેલ પ્રાચીન હસ્તપ્રતોની વૈજ્ઞાનિક પદ્ધતિથી જાળવણી અને સાચવણી થાય તો જ આવનારાં વર્ષોમાં નવી પેઢી આપણા કલા અને સાંસ્કૃતિક વારસાને સાચવી શકશે, સમજી શકશે.
આવા હસ્તલિખિત ગ્રંથો અને ચિત્રો વર્ષો પહેલાં નાજૂક પદાર્થો પર લખાયેલાં હોવાથી, તેનો વારંવાર ઉપયોગ કરવાથી એને નુકસાન થવા સંભવ છે. આ નુકસાન નિવારવા વૈજ્ઞાનિક દષ્ટિએ સહેલી એવી કોમ્પ્યૂટરની મદદ લેવી જોઈએ. આ સાધનની મદદથી તૈયાર થતી એની પ્રતિકૃતિઓ અભ્યાસીઓ અને સંશોધકોને સહેલાઈથી ઉપલબ્ધ કરાવી શકાય છે. જેમને આ ભંડારોમાં સચવાયેલી જ્ઞાનસંપત્તિની પરિભાષા, લિપિ તથા અન્ય સંકેતોનું જ્ઞાન છે તેને માટે આ જ્ઞાન ભંડારો દિવ્ય ખજાનારૂપ છે.
સંદર્ભગ્રંથો
૧.
'.
૩.
૪.
સાંડેસરા ભોગીલાલ, ‘ઇતિહાસની કેડી’, ૧૯૪૫, વડોદરા. -‘ઇતિહાસ અને સાહિત્ય', ૧૯૬૬, અમદાવાદ.
૧૪૧
નવાબ સારાભાઈ (સંપા.પ્રકા.), ‘જૈન ચિત્રકલ્પદ્રુમ', ૧૯૩૫, અમદાવાદ. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૭,
૧૯૮૧ અને ગ્રંથ ૮, ૧૮૮૪, અમદાવાદ.
Shah U. P, Treasures of Jaina Bhandaras', 1978, Ahmedabad.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org