________________
૧૩. હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધર્મ અને સંપાદન જેવાં સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી અને ભૌમચારી જેવાં ભારતનાટ્યશાસ્ત્રનાં રૂપોનું ચિત્રણ કરેલું છે.
અમદાવાદના ડહેલાનાં ઉપાશ્રયમાં ‘શ્રીપાલરાસ” ની હસ્તપ્રત (ઈ. સ. ૧૮૨૧-૨૨)નાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ ગ્રામીણ શૈલીમાં આલેખાયાં છે. પુરુષ પાત્રોનાં પાઘડી, લાંબી બાયનાં અંગરખા, પટાદાર ધોતિયાં અને ખેસનું આલેખન આકર્ષક છે. સ્ત્રીપાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણી અને લાલ રંગનો ચણિયો ધારણ કરેલ દર્શાવાયાં છે. ચિત્રોમાં પશુ-પક્ષી અને વનરાજીનું આલેખન મનોહર છે.
આ ભંડારમાં ૧૯મી સદીની એક ચિત્રિત જૈન જ્ઞાનચોપાટ’ જળવાયેલી છે. હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનચોપાટ તૈયાર કરાતી, જેમાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું, એમાં દેવલોકનું, સર્પોની સીડીઓનું, નવગ્રહોનું તેમ જ જીવયોનિઓનું આલેખન કરાતું. જુદી જુદી જીવયોનિઓ, વિવિધ પ્રકારના દેવલોક, સ્વર્ગ અને નરક તેમ જ મોક્ષનો ખ્યાલ આપતી જ્ઞાનચોપાટ હિંદુ પરંપરામાં પણ તૈયાર કરાવવામાં આવતી, જેમાં ૮૪ કોઠાઓનું આલેખન કરાતું. આ ૮૪ કોઠાઓ ૮૪ લાખ યોનિઓનું પ્રતીક મનાતા.
ઉજમફઈની ધર્મશાળાના ગ્રંથ ભંડારમાં ૧૪મી સદીની એક હસ્તપ્રતમાં મહાવીરસ્વામીનું અવન, જન્મનિર્માણ, સમવસરણ વગેરે પ્રસંગોનાં ચિત્રો છે.
હાજા પટેલની પોળમાં “સંગ્રહણીસૂત્ર' (ઈ. સ. ૧૮૫૪-૫૫) ની એક ચિત્રિત હસ્તપ્રતની નકલ જળવાયેલી છે. એમાં ચક્રવર્તીનાં ૧૪ રત્નો, મેરુપર્વત અને દ્વીપોનું આલેખન કરેલું છે.
અમદાવાદનાં ભો. જે. વિદ્યાભવનનાં મ્યુઝિયમમાં વેદ-વેદાંગ, ઇતિહાસ, પુરાણ, બૌદ્ધ અને જૈન સાહિત્ય, ભક્તિ વગેરે વિવિધ વિષયોને લગતી હસ્તપ્રતો સચવાયેલી છે. જેમાં કલ્પસૂત્ર, મધુમાલતી કથા જેવી મનોહર ચિત્રોવાળી પ્રતો છે. જેનસૂરિઓ અને સાધુઓને તેમ જ સંઘને યાત્રા દરમ્યાન આમંત્રણ આપતું એક વિકિપત્ર (૧૮મી સદી) સંગ્રહાયેલું છે. એમાંની કેટલીક હસ્તપ્રતો સુંદર વેલબુટ્ટાની આકૃતિઓથી શણગારાયેલી, કોઈક સોનેરી શાહીથી લખેલી, લાલ, કાળી શાહીના લખાણવાળી છે.
લા. દ. વિદ્યામંદિરમાં મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ તરફથી ભેટ મળેલ હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ છે. અહીં ૫૦૦થી વધુ જેટલી સચિત્ર હસ્તપ્રતો છે. જેમાં ૧૮મી સદીની “કલ્પસૂત્ર' ની એક હસ્તપ્રતમાં ગજસવારીનું દશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org