________________
૧૨૪ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
सश्रीकजाबालिपुरे तदाद्यं दृब्धं मया सप्तसहस्रकल्पं ११ छ । सं. १९५५ कार्तिककृष्णे પોવરમાં હિ । નં । હ્રીમતવિનવન / નીનોઁધાર પ્રતિકૃતિ ॥ આ પ્રતમાં પૂર્વપ્રતોમાં છૂટી ગયેલા લગભગ બધા જ અનુસ્વારો ઉમેરી દીધા છે અને ઉષ્માક્ષરનાં દંત્યકરણો સુધારીને તાલવ્યીકરણ કરી દીધાં છે. ઉપરાંત હસ્તપ્રત એની પૂર્વેની પ્રતની નકલરૂપે તેના જીર્ણોદ્ધાર અર્થે તૈયાર કરવામાં આવી હતી અને તેનું લેખન વિ. સં. ૧૯૫૫ (અર્થાત્ ઈ. સ. ૧૮૯૮) માં કારતક વદ તેરશના દિવસે હિંમતવિજયગણિ દ્વારા કરવામાં આવ્યું હતું એમ પણ નિર્દેશવામાં આવ્યું છે. પાટણની ઉપર વર્ણવેલ પત્ર નં. ૬૬૦૮ ઊધઈને લીધે ખવાવાથી નુકસાનવાળી થઈ હોવાથી તેના જીર્ણોદ્ધાર માટે આ નકલ તૈયાર કરવામાં આવી હશે એવું જણાઈ આવે છે.
૪. વડોદરાની હસ્તપ્રત :
આ પ્રત વડોદરાના શ્રી જૈનજ્ઞાનમંદિરમાંના મુનિરાજ શ્રી હંસવિજયજી શાસ્ત્રસંગ્રહમાં ૪૬ ક્રમાંકે સચવાયેલી છે. એમાં કુલ ૧૪૩ પત્રો છે. એની નોંધણી સૂચિમાં ‘‘વ્રુદ્ધિસાગરકૃત જ્વાળ પંચગ્રંથી'' નામે થઈ છે. એનું લેખનકાર્ય વિ. સં. ૧૯૪૯ (અર્થાત્ ઈ. સ. ૧૮૯૨) માં પોષ સુદ ૧૦ને બુધવારે પૂર્ણ થયું હતું. આ હસ્તપ્રતનું લખાણ ખડી માત્રાવાળી જૈન નાગરી લિપિમાં છે. દરેક પત્રની લંબાઈ પહોળાઈ આશરે ૩૦.૩ x ૧૨.૬ સે.મિ. છે. દરેક પત્રના દરેક પૃષ્ઠમાં જમણે ડાબે બંને બાજુએ ૨.૮ સે.મિ.નો હાંસિયો છે. હાંસિયાને લખાણથી અલગ પાડવા લાલ ત્રિગુણી ઊભી રેખાઓ દોરવામાં આવી છે. દરેક પૃષ્ઠની ઉપર નીચેની બાજુએ આશરે ૨.૩ સે.મિ.નો કોરો ભાગ રાખવામાં આવ્યો છે અને બન્ને હાંસિયાઓની બહારની ધારે એક ઊભી લાલ રેખા દોરવામાં આવી છે. પાનાઓના ક્રમાંકો બીજા પૃષ્ઠ પર જમણા હાંસિયામાં ચૌદમી પંક્તિની હરોળમાં લખ્યા છે, જ્યારે ગ્રંથનું નામ ડાબા હાંસિયામાં પ્રથમ બે પંક્તિઓની હરોળમાં તથા પત્ર ક્રમાંક પણ પ્રથમ પત્રમાંની ચોથી પંક્તિની હરોળમાં નિર્દેશવામાં આવ્યો છે. આ હસ્તપ્રત પણ પાટણની ઉપર નિર્દેશેલી પ્રત નં. ૬૬૦૮ની નકલ રૂપે તૈયાર કરવામાં આવી જણાય છે. હસ્તપ્રતના પ્રથમ પત્રમાંનું આરંભનું લખાણ આ પ્રમાણે છે ॥ ૐ । ૐ નમઃ સર્વજ્ઞાવ: || સિદ્ધ जिनं सर्व्वविदं निरंजनं सर्व्वीयमीशं कमलालयं गुरु । नत्वा प्रबद्धो लघुपूर्ण पद्यवाक् જૈનમ્યાનુષ યુદ્ધિવૃદ્ધયે ॥ ૧. હસ્તપ્રતનો અંત ૧૪૩માં પત્રના પ્રથમ પૃષ્ઠમાં
॰
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org