________________
૧૦૫
- ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ છે લંબચોરસ પત્રોવાળી, આડા કે ઊભે પાને લખાયેલી હોય છે. ઊભે પાને લખેલી પ્રતોમાં પોથીઓ- કીર્તન, હિન્દી પદો, ગુટકારૂપે બાંધેલી પ્રતો હોય છે. કેટલીક વાર ઊભા સાંકડા અને લાંબા કાગળો સાંધીને સળંગ રેખાચિત્રો કે ભૌમિતિક આકૃતિઓવાળા જાડા પોથીબંધનનાં પૂંઠા (જે કાપડ ચોંટાડીને શણગારેલા હોય છે) સંગૃહીત છે.
આ હસ્તપ્રતો જાતે અથવા લહિયા કે કોઈક પાસે લખાવીને ગ્રંથભંડારમાં સાચવતાં, પરંતુ તેને વાંચવા માટે વિદ્વાનોને ઘેર આપતા કે કેમ તે અંગેની કોઈ પ્રક્રિયા પ્રચલિત થઈ હોય તેમ લાગતું નથી. પરંતુ અમુક માણસો લોકભોગ, વધુ પ્રચલિત અને ઉપયોગી પુસ્તકોનો ખાનગી સંગ્રહ રાખતા અને જોઈતી પ્રત અમુક ચોક્કસ સમયનું નિયત ભાડું કે દર લઈને ભાડે આપતા હતા. વિ. સં. ૧૮૯૫ અને ૧૯૧૦ના આવા દસ્તાવેજી હસ્તલિખિત પુરાવા અહીં ઉપલબ્ધ છે. તેમાં પ્રતનું શીર્ષક, પત્ર સંખ્યા, લઈ ગયાની મિતિ, પાછા આપવાની મિતિ, લેનારના હસ્તાક્ષર, તેની સાક્ષી આપનારના હસ્તાક્ષર વગેરે માહિતી નોધાયેલી મળી આવે છે. આ પરથી છાપેલાં પુસ્તકોની લાયબ્રેરીના પ્રચાર, પહેલાં પાઠશાળાઓ અને મદરેસાઓમાં તથા ખાનગી સંગ્રહોમાં આવા પ્રકારની કંઈક વ્યવસ્થા હશે એમ લાગે છે, તે પરથી ગ્રંથાલય પ્રવૃત્તિનો વેગ તથા વિકાસ વધ્યા.
તૈયાર થઈ ગયેલી હસ્તપ્રતોના વાચન, સંપાદન, સંશોધન વગેરેમાં અત્યંત ઉપયોગી થાય તેવી સમજૂતી સાથેની સૂચનાઓ શ્રી પુણ્યવિજયજીએ આપી છે, જે આવા કાર્યમાં સહુને અત્યંત ઉપયોગી થઈ પડે તેવી છે. (જે. વિ. પૃ. ૮૪)છાપેલાં પુસ્તકો કરતાં હસ્તલિખિત પોથીઓ અને ચિત્રો આટલાં બધાં વર્ષો જળવાઈ રહે છે તેવો આપણો સહુ કોઈનો પ્રત્યક્ષ અનુભવ છે તે પરથી આપણે એટલું શીખવું જોઈએ કે પ્રાચીન પદ્ધતિ પ્રમાણે પત્રો શાહી, રંગો વગેરે તૈયાર કરાવીને એની પર લખાણ અને ચિત્રો તૈયાર કરાવવાની, તેને સુરક્ષિત રાખવાની પ્રથાને હાલના તબકકે પણ નવું સર્જન કરવામાં ઉત્તેજન આપવું જોઈએ, ચાલુ રાખવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org