________________
ભો. જે. વિદ્યાભવનનો હસ્તપ્રતસંગ્રહ
અંધારામાં રહેલું સાહિત્ય લોકોમાં સુલભ થઈ શક્યું. ગુજરાતી કાવ્ય સાહિત્યના એક સામટા આઠ ગ્રંથોમાં સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ પ્રસિદ્ધ કરીને પ્રાચીન દુર્લભ સાહિત્ય સુરક્ષિત અને સુલભ કરી આપ્યું. શ્રી. છ. વિ. રાવલે પેન્શન પર ઊતર્યા પછી વિવિધ સ્થળે ફરીને પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય એકઠું કર્યું અને ‘પ્રાચીન કાવ્ય સુધા'માં પ્રગટ કર્યું, જે અત્યારે તો દુર્લભ બનવા પામ્યું છે !
આ રીતે ભો. જે. વિદ્યાભવનનો હ. લિ. સંગ્રહ સૌથી પ્રાચીન છે એમ ગણવું પડે. ‘બાબી વિલાસ' નામનું જાણીતું હિન્દી પુસ્તક ગુજરાતના ઇતિહાસને લગતી વિગતો મેળવવામાં ઉપયોગી છે. એ પ્રાપ્ત કરવાનું કાર્ય વિદ્યાસભાએ શ્રી ડાહ્યાભાઈ પી. દેરાસરીને સોંપ્યું. પ્રસ્તુત ગ્રંથના કર્તાની વારસ બાઈએ એ પુસ્તક પસ્તીમાં કાઢી નાખેલું, તે શ્રી દેરાસરીને ગુજરીમાંથી ઈ. સ. ૧૯૩૦ના જુલાઈમાં એકાએક હાથ આવ્યું.
પ્રખર જૈન પંડિતવર્ય શ્રી રસિકભાઈ છો. પરીખની પ્રેરણા અને સક્રિય દોરવણીથી ગૂજરાત વિદ્યાપીઠનો અને ગુજરાત વિદ્યાસભાનો પુરાતત્ત્વ વિભાગ ફૂલ્યોફાલ્યો છે એ જાણીતું છે. સન ૧૯૬૦માં જૈન દાનવીર શ્રી ભોળાભાઈ જેશીંગભાઈના નામે ઓળખાતા આ મકાનમાં પ્રેમાભાઈ હોલમાંથી ગ્રંથાલય તેમ જ પુરાવશેષ સંગ્રહ ખસેડાઈને ફરીથી ગોઠવાયા. તે સાથે સાથે અનુસ્નાતક, પીએચ.ડી. ઉપરાંત સંશોધન-પ્રકાશનના અભ્યાસની પ્રવૃત્તિઓ માટે અનુકૂળતા મળતી રહી અને તેમાં વધુ વેગ મળતો રહ્યો.
અહીં જૈન, સંસ્કૃત-પ્રાકૃત, અર્ધમાગધી, જૂની ગુજરાતી, હિન્દી, મારુગુર્જર, શુદ્ધ ગુજરાતી, મિત્ર તેમ જ કીંગળ વગેરે ભાષાઓમાં લખાયેલી વિવિધ આકાર અને પ્રકારની હસ્તપ્રતો છે. સંસ્કૃત-પ્રાકૃત, અરબી-ફારસી અને ગુજરાતી હસ્તપ્રતોના કેટલોગ પ્રગટ થયેલા છે. તેમાં જૈન હસ્તપ્રતોનો થોડો સમાવેશ થયો છે. તેનું સ્વતંત્ર કેટલોગ કરી શકાય. તેની વિગતવાર વર્ગીકૃત યાદી, ભાષા, પત્ર, વિષય વગેરેની દૃષ્ટિએ એ બધી નાની-મોટી પ્રતો જે અલગ ભેગી કરી રાખી છે તે પરથી તૈયાર કરી શકાય. તેની યાદી વગેરેનું કાર્ય ચાલુ છે.
૯૫
એકંદરે એ બધી જૈન હસ્તપ્રતો તથા તેના છૂટા-છવાયા પત્રોને જોતાં આપણને ખરેખર આશ્ચર્ય સાથે ગૌરવ થયા વિના ન રહે. કેટલી બધી ચીવટમહેનતથી તે સાહિત્ય લખીને તૈયાર થતું હોય છે કે તે બાબત કે વસ્તુ પ્રત્યેના ઉત્કટ પ્રેમ કે જેને લીધે એકાગ્રતા, વૈવિધ્ય, કલાસૂઝ વગેરે ગુણો સ્વત:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org