________________
પ્રવૃત્તિમાં ઉપસ્થિત સર્વ વિદ્વાનોના મળેલા સહકાર માટે તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. સમાપન બેઠકમાં સર્વશ્રી બળવંતભાઈ જાની અને કાનજીભાઈ પટેલે પણ હસ્તપ્રતોના સંશોધન-સંપાદનનું મહત્ત્વ સમજાવીને એ કાર્યને વેગ મળે તે માટે અનુરોધ કર્યો હતો. શ્રી કુમારપાળભાઈ દેસાઈએ પરિસંવાદના આયોજનની ભૂમિકા સમજાવીને ઇન્સ્ટિટયૂટ ઑફ જૈનોલોજીની પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. અંતમાં ડૉ. નિરંજના વોરાએ પરિસંવાદમાં ભાગ લેનાર સર્વ વક્તાઓ અને વિદ્વાનોનો અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો.
આ પરિસંવાદમાં રજૂ થયેલા સંશોધન લેખોમાં રજૂ થયેલી માહિતી વિશાળ વાચકવર્ગને ઉપલબ્ધ થાય તે હેતુથી તેને પુસ્તકરૂપે પ્રગટ કરવાનો નિર્ણય કર્યો હતો. એ હેતુ આજે સફળ થતાં આનંદની લાગણી અનુભવીએ છીએ.
નિરંજના વોરા
તા. ૭-૧૨-’૯૯ ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ
Jain Education International
१०
For Private & Personal Use Only
www.jainelibrary.org