________________
સદ્. પૂ. મુનિશ્રી ખાંતિવિજયજી મ.
મૂળ કચછ ગામ ગોધરોના-શા ખેરાજ ઉમરસી. મુંબઈમાં કાળાએકી રેડ ઉપર અમારી દુકાને નજીકમાં અને રહેઠાણ તે જોડાજોડ. મારા પિતાશ્રીના તેઓ અંતરંગ મિત્ર. દેવદર્શન-પૂજાપ્રતિક્રમણમાં લાલવાડી દેરાસરમાં તેઓ મારા પિતાશ્રી સાથે જ હેય. એમને ધર્મકરણુ તરફ વાળવામાં મારા પિતાશ્રી જ નિમિત્ત હતા.
એ વખતે બીજા વિશ્વયુદ્ધને સમય. મારી ઉંમર તે માંડ ૧૩-૧૪ વર્ષની. ખેરાજભાઈએ પિતાની દુકાનમાં જ એક કબાટ ભરીને જૈન ધર્મના ૨૦૦-૨૫૦ ઉત્તમ ગ્રંથે ખરીદીને મૂક્યાં. એમની ભાવના એવી કે કાળાકી બજારના જેન ભાઈઓ એવું થોડુંક વાંચે અને પ્રેરણા પામે. પોતે તે સાવ અલ્પશિક્ષિત. એમની સરળતા અને નિર્મળતાનું તે શબ્દોથી વર્ણન જ ન થઈ શકે. એ કાચી ઉંમરે પણ કોણ જાણે કેમ એમાંના ઘણાખરાં પુસ્તકો મેં વાંચી કાઢ્યાં. સમજ પડી કે ન પડી એની કશી ચિંતા કરી નહિ અને આજે એમાંનું ખાસ કશું યાદ પણ નથી. પરંતુ એ વાંચનને સૂમ સંસ્પર્શ આજે પણ મારા ઘડતરને એક ભાગ બની મારા હૃદયમાં ધબકી રહ્યો છે. આમ એ ખેરાજકાકાની એક મરણીય સુભગ બી મારા હૃદય પર સદા ય માટે અંક્તિ થયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org