________________
૪૮
જનાગમ સૂત્રસાર
સુખ પાછળની મનુષ્યની સમગ્ર દેડ શરીરને કેન્દ્રમાં રાખીને શરીરની આળપંપાળ અને એના દ્વારા વધુ ને વધુ સુખ-ઉપભેગેની પ્રાપ્તિ માટે હોય છે. શાસ્ત્રકારોએ સમગ્ર દુઃખનું મૂળ અને જીવન મરણની ઘટમાળનું કારણ રાગ-દોષ અને તૃણુ તેમજ આસક્તિએને ગણું છે.
આ આસક્તિઓથી મનુષ્યને વિમુખ કરવા માટે ઉપદેશકે એ– શાસ્ત્રકારોએ શરીરને અનેક દુગધપૂર્ણ ગંદકીના એક ઠામ તરીકે વર્ણવ્યું છે. બહારથી ગમે તેવા સુગંધિત પદાર્થોથી લેપાયેલ અને અનેક સુંદર વસ્ત્રાભૂષણથી સજજ શરીર હોય પરંતુ શરીરની અંદર તે સતત અનેક પ્રકારની દુગર્ભ ધપૂર્ણ અને જુગુપ્સાપ્રેરક ગંદકીઓ વહેતી હોય છે એ તો નરી વાસ્તવિક્તા છે મોહજન્ય આવી આસક્તિમાંથી મુક્ત કરવા માટે. વારંવાર શાસ્ત્રકારે અને ઉપદેશકે આ દૃષ્ટાંત દ્વારા હકીક્તનું દર્શન કરાવતા રહે છે.
આમ છતાં પણ શાસ્ત્રમાં શરીરને ધર્મનું સાધન પણ કહેવામાં આવ્યું છે. એટલે કે જે કંઈ નિર્ધારિત આયુષ્ય હેય એ. દરમ્યાન ઉત્તમોત્તમ ધર્મ સાધના થઈ શકે એ માટે શરીરને સ્વસ્થ રાખવાની વ્યાવહારિક આવશ્યકતા તરફ દુર્લક્ષ સેવવું જોઈએ નહીં. વળી, અસ્વસ્થ અને રોગીષ્ટ શરીર અંદરની ગંદકીને બહાર પણ ચારે તરફ ફેલાવે એ બાબત પણ સુજ્ઞજનોએ ધ્યાનમાં રાખવી. જોઈએ.
૬૩. સંસારસાગર શરીરને નાવ અને જીવને નાવિક કહ્યો છે. આ સંસાર સમુદ્ર સમાન છે. જેને મહર્ષિજન તરી જાય છે.
(૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org