SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ જેનાગમ સૂત્રસાર આચરણ દ્વારા અને જીવન દ્વારા જ ઘણું બધું મૌનપણે કહી શકે છે. આચરણ વિનાનું શુષ્ક શાસ્ત્રજ્ઞાન તે માત્ર બૌદ્ધિક કસરત બની રહે છે, અને વાદવિવાદ અને વિતંડાવાદમાં જીવન નિરર્થક વેડફાઈ જાય છે. સેંકડે શાસ્ત્રગ્રંથના અધ્યયન કરતાં થોડુંક પણ આચરણ બહેતર છે. ૪૬. ધ્યાનમાગે - જિનદેવના મત પ્રમાણે આહાર, આસન તથા નિદ્રા પર વિજય પ્રાપ્ત કરી ગુરુકૃપા વડે જ્ઞાન મેળવી નિજમાનું ધ્યાન કરવું જોઈએ. (૫૦) આ ગાથામાં ત્રણ મુદ્દાઓ ખાસ આપણું ધ્યાન ખેંચે છેઃ એ છે (૧) સંયમ, (૨) ગુરુકૃપા અને (૩) નિનામાનું ધ્યાન, સંયમમાં મિતાહાર અને સાત્વિક આહારનું મહત્વ દરેક ધર્મોમાં અને સાધના માર્ગોમાં સ્વીકૃત જ છે. સ્થિર આસન આપણું જ્ઞાનેન્દ્રિોને બાહ્ય જગત તરફ દેડતી અટકાવીને અંતમુખી કરવામાં સહાયરૂપ થાય છે. એને બીજા અર્થમાં લઈએ તે વ્યર્થની દોડા– દેડ ઉપર અંકુશ મુકવાની વાત પણ એમાં સમાવિષ્ટ છે. આહાર સિદ્ધિ અને આસન સિદ્ધિ સ્વયં નિદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરાવશે. - હવે બીજી વાત ગુરુકૃપાની છે. અહીં જ્ઞાન માટે ગુરુકૃપાનું મહત્તવ દર્શાવવામાં આવ્યું છે. ભારતીય ધમ-સંપ્રદાયમાં ગુરુશિષ્ય પરંપરાની પ્રણાલી સદીઓથી ચાલતી આવી છે. વ્યાવહારિક શિક્ષણ માટે પણ અનેક જુદા જુદા નિષ્ણાત શિક્ષકોની શાળાકેલેજોમાં આવશ્યકતા પડે છે. એ રીતે જ ધાર્મિક આધ્યાત્મિક માર્ગદર્શન માટે ગુરુ અને ગુરુકૃપાનું મહત્વ સ્વયંસિદ્ધ જ છે. અલબત્ત ગુરુ કે હોવો જોઈએ એ બાબતમાં અત્યંત સાવધાની વર્તવાની જરૂર છે. એ માટેનું–ગુરુની ઓળખ માટેનું પ્રારંભિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005248
Book TitleJainagam Sutrasar
Original Sutra AuthorN/A
AuthorMavji K Savla
PublisherAkshar Bharati
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy