________________
નાગમ સૂત્રસાર
૩૧
૪. અનાસક્ત જે સમસ્ત કર્મફળોમાં અને સંપૂર્ણ વસ્તુધમાં કેઈપણ પ્રકારની આકાંક્ષા નથી રાખતે એને નિકાંક્ષ સમ્યગદડિટ સમજવું જોઈએ.
(૪૧)
જે સત્કાર, પૂજા અને વંદના સુદ્ધાં પણ નથી ચાહતે એ કોઈની પણ પ્રશંસાની અપેક્ષા કેવી રીતે કરે ?
(૪૨)
હે યોગી! અગર જો તું પરાકની આશા કરે છે તે ખ્યાતિ, લાભ, પૂજા અને સકારાદિ શા માટે ચાહે છે? શું એથી તને પરલેકનું સુખ મળશે? (૪૩)
અહીં આસક્તિઓના ત્યાગની વાત છે. સામાન્ય સાંસારિક આસક્તિઓ અને તૃષ્ણાઓમાંથી તો કદાચ બાહ્ય-તપ-ત્યાગ આદિ દ્વારા મુક્ત થવાના પ્રયત્નો માણસ સહેલાઈથી કરી શકે. પરંતુ મન તે મટ-વાંદરા જેવું છે. એને મૂળ સ્વભાવ બદલે એ તે કઈક વીરલા માટે જ શકય હોય, એટલે સાંસારિક બાબતોના ત્યાગ પછી સત્કાર, પૂજા, પ્રશંસા, પિતાને લેકે વંદન કરે અને મહાત્મા (!) સમજે એવી વૃત્તિઓનું જોર બમણુ વેગે ઉછાળા મારે છે. આ ગાથાઓ દ્વારા સ્પષ્ટપણે ચેતવણું આપવામાં આવી છે કે યોગી પણ જે માન-સન્માન–પ્રશંસા-સકાર આદિની મોહજાળમાં રાચશે તે જે પરલેકના સુખ માટે એણે આવું કઠેર જીવન સ્વીકાર્યું છે એ સુખ એને મળનાર નથી. અર્થાત્ સદ્ગતિને બદલે દુર્ગતિ જ એના માટે નિમિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org