________________
પ્રારતાવિક
જેવી રીતે ઇસ્લામતા ધગ્રંથ કુરાન છે, ખ્રિસ્તી ધર્મના માન્ય ગ્રંથ બાઈબલ છે, હિંદુ ધર્મ'ના મુખ્ય ગ્રંથ ભગવદ્ગીતા ગણાય છે, બૌદ્ધ ધર્માંતુ ધમ્મપદ છે, એવી જ રીતે જૈન ધર્મના ક્રાઈ એક પ્રાતિનિધિષ્ઠ સર્વસામાન્ય ગ્રંથ હવે જોઈ એ એવા વિચારને કેન્દ્રમાં રાખીને વિનેબા ભાવેની પ્રેરણાથી ૧૯૭૬માં સમણુમુત્ત ’ શીર્ષક હેઠળ એક ગ્રંથનું પ્રકાશન યજ્ઞ પ્રકાશન સમિતિ (વડોદરા ) તરથી થયું. અનેક જૈનાચાર્યો, જૈન વિદ્વાનેએ સાથે મળીને મૂળ આગમ ગ્રંથા અને અન્ય કેટલાક પ્રાચીન સૂત્રગ્રંથામાંથી કુલ્લે ૭૫૬ ગાથાઓ પસદ કરીને એ ‘ સમણુસુત્ત` ' ગ્રંથની રચના કરી. એમાં અધ માગધી ભાષામાં મૂળ ગાથા, એ ગાથાને સંસ્કૃત પદ્યાનુવાદ, મૂકવામાં આવ્યા છે અને સામા પાના ઉપર ગાથા ગુજરાતી ગદ્યાનુવાદ છે, જે શ્રી અમૃતલાલ ગોપાણીએ કર્યાં છે.
* સમણુસુત્ત ’ પ્રગટ થયું એ વખતે જ એ વાંચીને મે' એમાંની કેટલીક ગાથા લાલ શાહીની નિશાનીથી અંકિત કરી રાખી હતી અને એ અરસામાં જ (૧૯૭૬) મેં પસંદ કરેલ એ ગાથાએ ઉપર સક્ષિપ્ત વિવેચન લખવાની ઇચ્છા થયેલ; પરંતુ ત્યારે તેા એ બાબત એમ જ રહી.
તાજેતરમાં જ ગાંધીધામના મારા એક મિત્ર નરસિ`હુભાઈ કુંવરજી શાહ મારી પાસેથી ‘સમણુસૂત્ત...' વાંચવા લઇ ગયા. મે અંકિત કરેલ ગાથાઓમાં એમને ખૂબ જ રસ પડયો. અને એટલી ગાથાઓના ગુજરાતી ગદ્યાનુવાદ પુસ્તિકારૂપે છપાવી આપવાનુ મને એમણે સૂચન કર્યુ. મે એમને ઠેઠ ૧૯૭૬થી વિવેચન લખવાની મારી સુષુપ્ત ઇચ્છાની વાત કરી અને આમ આ લેખનકાર્ય હાથ ધયુ''; આમ નરસિહભાઈ આમાં આ રીતે નિમિત્ત બન્યા. કેટલાક વર્ષાથી ઉત્તમ ધાર્મિક-પ્રેરક સાહિત્ય ગાંધીધામમાં મામાઈલ લાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org