________________
હેમચંદ્રાચાર્ય
ક્યાં હતા? સિદ્ધરાજની ગાદીને વારસ સિદ્ધરાજને પ્રતિપન્ન પુત્ર ચાહડ કેણ? આ ચાહડ રાજગાદીને ખરે વારસદાર હતું કે નહિ? જે ચાહડ રાજગાદીને વારસ ન હતા
* આ પુસ્તકમાં (પૃ. ૮૫-૮૭માં) ચાહડ વિષે કેટલીક ચર્ચા કરેલી છે. ચાહેડ કે ચારુદત્ત કે ત્યાગભટ સિદ્ધરાજ જયસિંહના સંબંધમાં આવેલ કોઈ સાચી વ્યક્તિ છે. એને ઉદયન મંત્રીના પુત્ર ચાહડ સાથે કોઈ સંબંધ લાગતો નથી. શ્રી રામલાલ મોદી એને સેમેશ્વર ચૌહાણ માને છે, એ વાત આગળ આપી છે. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીના મત પ્રમાણે એ વસ્તુ માનવા યોગ્ય લાગતી નથી (જુઓ એમને લેખ ફ.ગુ. નૈ, વર્ષ ૩, અંક ૩), કેમ કે એમણે આપેલું કારણ સબળ જણાતું નથી. એક-બે બીજી વધારે વસ્તુ આ અર્થ પર લક્ષમાં લેવા જેવી લાગે છે. “હત્યધિરોહણેન્દ્ર” – એને અર્થ કરતાં તે વખતની સન્યરચના લક્ષમાં લેવી જોઈએ. માલવરાજનું મુખ્ય બળ એના હાથીના સૈન્યમાં ગણાતું, એટલે ચતુરંગ સેન્યમાં હસ્તિસૈન્ય વધારે અગત્ય ધરાવતું. એ સૈન્યને ઉપરી ચાહત સિદ્ધરાજને પ્રતિપન્ન પુત્ર છે એ વસ્તુ વધારે ધ્યાન ખેંચે તેવી. છે. ચાહડ પોતાને પ્રતિપન્ન પુત્ર ગણાવવાની હિમ્મત કરે છે, એ વસ્તુસ્થિતિની પણ ઉપેક્ષા ન કરી શકાય. કુમારપાલ ગાદી ઉપર આવે છે, એમાં કુમારપાલને પરબારી ગાદી ઉપર ન બેસાડતાં. બીજાના હક્ક વિષેની ચર્ચા થતી જણાય છે. તેમજ માંગરોળની સેઢડી વાવના શિલાલેખમાં “વમ દિતિ” આ શબ્દ કુમાર પાલ વિષે વપરાયા છે, એટલે કુમારપાલે ગાધી ખૂંચવી લીધી તેમાં મંત્રીઓએ મૌન રહીને સંમતિ દર્શાવી હેય ને સામતાએ, કૃષ્ણદેવના કહેવાથી, કુમારપાલને પક્ષ લીધે હોય એમ બનવા પામ્યું હોય, છતાં ગણનાયેગ્ય વર્ગ એની વિરુદ્ધમાં હતો એ પણ ખરું. જે ચાહડ સામાન્ય વ્યક્તિ હોય તો આવા વિરોધ સંભવતો નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org