________________
૧૭૦
હેમચંદ્રાચાર્ય તે વખતને સમાજ સમજવા સારુ ઈતિહાસના વિદ્યાર્થી માટે તે રામચન્દ્રને અભ્યાસ અત્યંત આવશ્યક બને છે. હેમચંદ્રાચાર્યની સર્વતોમુખી પ્રતિભા કે એમના જેવું અને દ્વિતીય સ્થાન તે એમના આ શિષ્યનું ન જ હોય, પણ હેમચંદ્રાચાર્યના સઘળા શિષ્યમાં એમની શક્તિ માટે માન થયા વિના રહેતું નથી. કેટલેક અંશે ભવભૂતિ જેવું સ્વતંત્ર માનસ ધરાવનાર આ “કવિકટારમલ”ની એક સુંદર ઉક્તિ તે આજે પણ પ્રશંસા માગી લે છેઃ
मा स्म भूव परायत्तः त्रिलोकस्यापि नायकः
રામચન્દ્ર અને બાલચંદ્ર એ બન્ને પ્રતિસ્પધીઓ હેય એમ જણાય છે. અને રામચંદ્રનું અજયપાલને હાથે મરણ થયું એમાં પણ બાલચન્દ્ર કારણરૂપ લાગે છે.
રામચન્દ્ર અને ગુણચન્દ્ર એ બન્નેની શક્તિઓ એકબીજાની પૂરક હતી. રામચન્દ્ર લૌકિક ને સામાજિક વસ્તુએના ઘડવૈયા હતા; ગુણચન્દ્ર સ્વભાવથી જ ગંભીર અને વિદ્વાન હતા..
મહેન્દ્રસૂરિએ, હેમચંદ્રાચાર્યે આપેલા ચાર કેશને સંભાળ્યા છે અને એમના ઉપર ટીકાઓ લખી છે.
દેવચંદ્રનું “ચન્દ્રલેખાવિજયપ્રકરણ” નામનું નાટક એક ઐતિહાસિક પરિસ્થિતિને ઉલ્લેખ કરે છે અને વધારે અભ્યાસ માગે છે. કુમારપાલને રાજ મળ્યા પછીના તુરતના
એક હેમચંદ્રાચાર્યે લગભગ સાઠ વર્ષ સુધી રાજનીતિજ્ઞતા દર્શાવીને સિદ્ધરાજ અને કુમારપાલ બનેને જમાને જાળવી લીધો હતું. પણ એ વિષયમાં પડતાં એમના શિષ્યનું માત્ર ત્રણ વર્ષમાં જ પતન થયું હતું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org