________________
હેમચ`દ્રાચાય
-
પાટણનાં મહાલય, મહાસરોવરો, મહામત્રીઓ, મહાન સ્ત્રીઓ, મહાજના અને મહાન રાજાઓ સાથે જ્યારે આ મહાન પુરુષ ઊભા રહેતા હશે, ત્યારે એના ઊંચા, કદાવર, પડછંદ, સીધા, સશક્ત, સંયમી શરીરથી, જાણે પાટણને નિહાળતા કોઈ મહાન અજેય આત્મા ઊભા હાય, જાણે કે સૌને કહી રહ્યો હાય, કે જ્યારે આ મંદિરે નિહ હાય, મહાલયા નહિ હોય— કોઈ નહિ હોય — ત્યારે ~ ત્યારે પણ તમે ફિકર કરતા નહિ, તમારી વતી હું – તમારા આત્મા – આંહીં જ હાઇશ; તમે કેવા મહાન હતા એ ગુજરાતીઓને કહીશ, ગુજરાતીઓ કેવા મહાન થઈ શકે એ હીશ, એ મહત્તાનું ગાન ગાવા મેં વીરતા, સામર્થ્ય, સંસ્કાર અને સંયમ’નું ગાન ગાતી કૃતિએ ચારે દિશાઓમાં વહેતી મૂકી છે. ગુજરાતીએ એના શબ્દો સાંભળશે, એમાં રાચશે, એને અપનાવશે, અને પોતાને ઘડશે. તમે ગુજરાતમાં ફરી જીવશે.’
(
સૂર્યોદય સમયે, સરસ્વતી નદીના કિનારે ઊભેલી એક મહાન શક્તિ, પોતાના પ્રકાશથી – તેજથી આખા ગુજરાતને છાઈ દેતી કલ્પા, અને તમને હેમચ'દ્રાચાર્ય દેખાશે.
Jain Education International
૧૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org