________________
[૧૮૫
૪. ૨૭.]
ટિપણે વાર્તિક- પzવૃત્તિ પૃ. ૪૧૬, હેતુબિ૬ ટીકા પૃ. ૨-૪. ન્યાયસૂત્રમાં પૂર્વ પક્ષરૂપે છે. ૨. ૧. ૪૯-૫૧.
૪.૨૭. દષ્ટાર્થવિષયક આગમન-આગમના બે ભેદ માટે જુઓ ન્યાયસૂત્ર ૧. ૧ ૮.
૫.૧૪. અવિસંવાદી–વિસંવાદ એટલે પૂર્વોપરવિરોધ. તે વિરોધ જેમાં ન હોય તે અવિસંવાદી કહેવાય છે.
૫. ૧૬, આપ્તજેનું વચન પ્રમાણ માનવામાં આવે તે આપ્ત, માતા-પિતાદિ લૌકિક આપ્ત છે અને રાગદ્વેષથી રહિત પુરુષ તે અલૌકિક આપ્ત છે.
૬. ૧. વિજ્ઞાનઘન–અહીં ઉદ્દત પાઠ તેના પૂરા સંદર્ભમાં આ પ્રમાણે છે–
"स यथा सैन्धवखिल्य उदके प्रास्त उदकमेवानुविलीयेत न हास्योद्ग्रहणायैव स्यात् । यतो यतस्त्वाददीत लवणमेवैव वा अर इदं महदभूतमनन्तमपार विज्ञानधन एव । एतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न प्रेत्य संज्ञास्तीत्यरे ब्रवीमीति होवाच याज्ञवल्क्यः।"
બહદારણ્યકેપનિષદ ૨. ૪. ૧૨
ઉક્ત અવતરણમાં પંદરછેદ શાંકરભાષ્યને અનુસરીને કર્યો છે. અને તેને શાંકરભાષ્યાનુસારી ભાવાર્થ આ પ્રમાણે છે-જેમ મીઠાના ગાંગડાને પાણીમાં નાખવામાં આવે છે તે પાણીમાં વિલીન થઈ જાય છે. મીઠ' એ પાણીનો જ વિકાર છે; ભૂમિ અને તેના સંપર્કથી પાણીનું મીઠું બની જાય છે. પણ એ જ મીઠાને જ્યારે પાણી છે તેની યોનિ છે તેમાં નાખવામાં આવે ત્યારે તેમાં જે અન્યસંપર્કજન્ય કાઠિન્ય હતું, તે નષ્ટ થઈ જાય છે. આ જ તેનું પાણીમાં વિલયન કહેવાય છે. આમ થવાથી એ મીઠાના ગાંગડાને કઈ પકડી શકવા સમર્થ નથી પણ પાણીને ગમે ત્યાંથી લે તે તે ખારું જ લાગે છે. આ ઉપરથી કહી શકાય કે મીઠાના ગાંગડાનો સર્વથા અભાવ નથી થઈ ગયે. પણ તે પાણીમાં મળી ગયો છે, પોતાના મૂળરૂપમાં આવી ગયો છે; તે ગાંગડારૂપે હવે નથી. તે જ પ્રમાણે હે મૈત્રેયી ! આ મહાન ભૂત છે–પરમાત્મા છે તે અનન્ત છે, અપાર છે. એ જ મહાન ભૂતમાંથી અર્થાત પરમાત્મામાંથી અવિદ્યાને કારણે તું પાણીમાંથી મીઠાને ગાંગડાની જેમ મટ્યરૂ૫ બની ગઈ
જ્યારે તારા એ મર્યરૂપને વિલય અનન્ત અને અપાર એવા એ મહાન ભૂત પરમાત્મા વિજ્ઞાનધનમાં થઈ જાય છે ત્યારે માત્ર એ જ એક અનન્ત અને અપાર મહાન ભૂત રહે છે, બીજું કશું જ રહેતું નથીપણ પરમાત્મા મત્યભાવને પામે કેવી રીતે ? તેને ઉત્તર છે-જેમ સ્વરછ સલિલમાં ફીણ અને બુદ્દબુદ છે તેમ પરમાત્મામાં કાર્ય-કારણ-વિષયાકારરૂપે પરિણુત એવાં નામ અને રૂપાત્મક ભૂત છે, એ ભૂતોને કારણે પાણીમાંથી મીઠાના ગાંગડાની જેમ મર્યને સંભવ છે પણ શાસ્ત્રશ્રવણ વડે બ્રહ્મવિદ્યા પામીને જ્યારે મત્ય જીવ પિતાને બ્રહ્મભાવ-પરમાત્મભાવ સમજે છે ત્યારે કાર્ય-કારણ-વિષયકારે પરિણત એવાં નામ-રૂપાત્મક ભૂતો પણ નિશ્ચલ જલમાં ફીણ અને બુદ્દબુદની જેમ નષ્ટ થઈ જાય છે, અને પછી મત્ય પણ પરમાત્મામાં લીન થઈ જાય છે, અને માત્ર અનન્ત-અપાર પ્રજ્ઞાનધન વિદ્યમાન રહે છે એમાં ગયા પછી જીવની કઈ વિશેષ સંજ્ઞા રહેતી નથી, કારણ કે હું અમુક છું અને અમુકને પત્ર-પિતા વગેરે છું' એવી સંજ્ઞાઓ અવિદ્યાકત છે અને અવિદ્યા તે સમૂળી નષ્ટ થઈ ગઈ છે.
ઉક્ત અવતરણને અદ્વૈતવાદી શંકરાચાર્યે આ પ્રમાણે અર્થ ઘટાવ્યું છે. તેમને મતે ભૂતે એ આવિદ્યક હોવાથી માયિક છે. વળી પરમ મહાન ભૂતને અર્થે તેમણે પરમાત્મા કે બ્રહ્મ એવો કર્યો છે,
२४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org