SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ મેતાર્ય પરલેકચર્ચા [૧પ૭ જલાહરણદિની શક્તિ ન હતી તે હવે ઘટાકારમાં આવી. આ પ્રકારે પૂર્વાવસ્થાને વ્યય અને અપૂર્વ અવસ્થાની ઉત્પત્તિ ઘડામાં હોવાથી તે વિનાશી કહેવાય છે, પણ રૂપરસાદિ અને માટી તે તેની તે જ છે, તેથી તેને અવિનાશી પણ કહેવું જોઈએ. આ જ પ્રકારે સંસારની સમસ્ત વસ્તુઓ ઉત્પાદ-વિનાશ-વસ્વભાવવાળી સમજી લેવી જોઈએ. તેથી સમસ્ત વસ્તુઓ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. એટલે “ઉત્પત્તિ હોવાથી એ હેતુ વડે વસ્તુને જેમ વિનાશી સિદ્ધ કરી શકાય છે તેમ અવિનાશી પણ સિદ્ધ કરી શકાય છે. એથી વિજ્ઞાન પણ ઉપત્તિવાળું હોવાથી અવિનાશી પણ છે, અને વિજ્ઞાનથી અભિન્ન એ આત્મા પણ અવિનાશી સિદ્ધ થાય છે. એથી પરલેકને અભાવ નથી. મતાય-વિજ્ઞાનમાં આપ ઉત્પાદાદિ ત્રણને કેવી રીતે ઘટાડે છે ? ભગવાન–ઘટવિષયક જ્ઞાન તે ઘટવિજ્ઞાન કે ઘટચેતના કહેવાય છે અને પટવિષયક જ્ઞાન તે પટવિજ્ઞાન કે પટચેતના કહેવાય છે. આ જ પ્રમાણે તે તે વિજ્ઞાન પણ ચેતનાને સમજી લેવી જોઈએ. આપણે અનુભવીએ છીએ કે ઘટનિત્યનિય છે ચેતનાનો જે સમયે નાશ થાય છે તે જ સમયે પટચેતના ઉત્પન્ન થાય છે. પણ જીવરૂપ સામાન્ય ચેતન તે તે બને અવસ્થામાં વિદ્યમાન જ છે. આ પ્રકારે આ લેકના પ્રત્યક્ષ ચેતન-જીમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિદ્ધ છે. તે જ પ્રકારે પરલોકગત જીવ વિશે પણ કહી શકાય છે કે કેઈ જીવ જ્યારે આ લેકમાંથી મનુષ્યરૂપે મરીને દેવ થાય છે ત્યારે તે જીવને મનુષ્યરૂપ ઈહલેક નષ્ટ થયે અને દેવરૂપ પરલોક ઉત્પન્ન થયે; પણ જીવ સામાન્ય તે અવસ્થિત જ છે. તે જીવ શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ ઈહલેક કે પરલેક નથી કહેવાતે, પણ તેને જીવમાત્ર કહેવાય છે. તે તો અવિનાશી જ છે. આ પ્રકારે એ જીવ ઉત્પાદ, વિનાશ અને ધ્રુવસ્વભાવવાળ હોવાથી પરલેકને અભાવ સિદ્ધ થતું નથી ' (૧૯૬૬-૬૭) મેતાર્થ –બધી વસ્તુને ઉત્પાદાદિ ત્રિસ્વભાવ માનવાની શી આવશ્યકતા છે ? માત્ર ઉત્પાદ અને વ્યય માનવામાં શું વાંધે? એ તે અનુભવ સિદ્ધ છે સર્વવસ્તુ કે ઘડે ઉત્પત્તિ પહેલાં હતું જ નહિ, તો તેને તે પહેલાં પણ નિત્યાનિત્ય વિદ્યમાન માનવાને શું અર્થ ? ભગવાન–જે ઘટાદિ સર્વથા અસતું હોય, વ્યરૂપે પણ વિદ્યમાન ન હોય, તે તેની ઉત્પત્તિ સંભવે જ નહિ. સર્વથા અસત્ની પણ ઉત્પત્તિ હોય તો ખરવિષાણુ પણ ઉત્પન્ન થવું જોઈએ. ખરવિષાણુ કદી ઉત્પન્ન થતું નથી અને ઘટાદિ પદાર્થો કદાચિત ઉત્પન્ન થાય છે, માટે સર્વથા અસત્ની નહિ, પણ કથંચિત્ સત્ની ઉત્પત્તિ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy