________________
ગણધરવાદ
[ગણધર ભગવાન–અનેક અનુમાનો દ્વારા જીવની સત્તા સિદ્ધ કરી જ છે, માટે તેને
અસત તો માની જ શકાય નહિ. તેથી વિદ્યમાન જીવની પાછળ આત્માને અભાવ વર્ણવેલ કારણોસર અનુપલબ્ધિ છે તેમ માનવું જોઈએ. કેમ નથી?
(૧૬૮૨-૧૯૮૩) વાયુભૂતિ–શરીરથી છવ ભિન્ન છે એમાં વેદવાક્યને આધાર છે? ભગવાન–જે શરીર એ જ જીવ હોય અને શરીરથી ભિન્ન જીવ ન હોય તો
પછી “સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર કરવો જોઈએ એવું વેદથી સમર્થન વેદનું વિધાન બાધિત થઈ જાય, કારણ કે શરીર તો અહીં
જ બળીને ખાખ થઈ જાય છે, પછી સ્વર્ગમાં કોણ જશે? વળી તેથી જ લોકોમાં જે દાનાદિ કાર્યોનું ફળ સ્વર્ગ મનાય છે તે પણ અસંગત માનવું પડશે. (૧૬૮૪)
વાયુભૂતિ–તે પછી વેદમાં જ “વિજ્ઞાનઘન [pખ્ય” ઈત્યાદિ વાક્યોમાં ભૂતોથી આતમાં ભિન્ન નથી એમ શાથી કહ્યું?
ભગવાન–ઉક્ત વાક્યને તું બરાબર અર્થ જાણ નથી તેથી જ તને શરીર જ જીવ છે એમ લાગે છે, પણ તેને ખરા અર્થ મેં બતાવ્યો છે તે પ્રમાણે તે જીવ શરીરથી ભિન્ન જ સિદ્ધ થાય છે. મેં પ્રથમ અનુમાન પણ આપ્યું છે કે શરીરરૂપે પરિણત આ ભૂતસંઘાતનો કઈ કર્તા વિદ્યમાન છે જોઈએ, કારણ કે તે સંઘાત સાદિ એવા પ્રતિનિયત આકારવાળે છે; ઘટની જેમ. તેને જે કર્તા છેતે શરીરથી ભિન્ન એવો જીવ છે, ઈત્યાદિ. વળી આત્મા ભૂતથી ભિન્ન છે એવાં વેદવાક્યો પણ તું ક્યાં નથી જાણતો? વેદમાં કહ્યું જ છે કે “સત્યથી અને તપશ્ચર્યા તથા બ્રહ્મચર્યથી નિત્ય જાતિર્મય વિશુદ્ધ એ એ પ્રાપ્ત કરી શકાય છે. ધીર અને સંયતાત્મા યતિએ તેનું દર્શન કરે છે,” ઇત્યાદિ. આ પ્રમાણે વેદમાં પણ શરીરથી ભિન્ન એવા જીવનું પ્રતિપાદન છે; માટે શરીરથી ભિન્ન જીવ છે એમ જ માનવું જોઈએ. (૧૬૮૫)
આ પ્રકારે જરા-મરણથી રહિત એવા ભગવાને જ્યારે તેનો સંશય નિવા ત્યારે વાયુભૂતિએ પિતાના ૫૦૦ શિષ્ય સાથે જિનદીક્ષા અંગીકાર કરી. (૧૬૮૬)
१. "सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्य ज्योतिम यो विशुद्धो य पश्यन्ति घोरा यतयः સંપત્તાંત્માનઃ ” મુણ્ડકેપનિષદ્ રૂ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org