________________
[૫૯
વાયુભૂતિ
જીવશરીર વળી દે. એ ભાગ્ય છે, તેથી તેનો કોઈ ભક્તા હોવો જોઈએ, જેમ ભજનને ભક્તા પુરુષ છે. દેહ પણ ભેચ્યું છે, તેથી તેને ભક્તા જે છે તે આત્મા છે.
વળી, ઘટ સંઘાતાદિરૂપ હેવાથી જેમ તેનો કોઈ અર્થ – સ્વામી છે, તેમ શરીર પણ સંઘાતાદિરૂપ હોવાથી તેનો પણ કઈ અથ હોવો જોઈએ. જે અર્થ છે તે આત્મા છે. (૧૯૬૯)
વાયુભૂતિ–કર્તારૂપે આત્માની સિદ્ધિ તે કરી, પણ આપનાં એ અનુમાનથી તે આપને ઈષ્ટ એ અમૂર્ત આત્મા નહિ, પણ કુંભકારાદિની જેમ તે મૂર્ત સિદ્ધ થાય છે. આથી તે આપના ઈષ્ટ સાધ્યથી વિરુદ્ધની સિદ્ધિ થઈ.
ભગવાન–પ્રસ્તુતમાં સંસારી આત્માની સિદ્ધિ ઈષ્ટ હોવાથી સાધ્યની વિરુદ્ધ તે કશું જ થયું નથી, કારણ કે સંસારી આત્મા કથંચિત્ મૂર્ત પણ છે જ. (૧૬૭૦)
વાયુભૂતિ–શરીરથી જીવ ભલે જુદે સિદ્ધ થતું હોય છતાં તે શરીરની જેમ ક્ષણિક હેવાથી શરીર સાથે જ નષ્ટ થઈ જશે; એથી તેને શરીરથી ભિન્ન સિદ્ધ કરવામાં પણ શે લાભ છે?
ભગવાન-બીદ્ધ મતના અનુસરણથી આવી શંકા થવી સ્વાભાવિક છે; પણ
સંસારમાં બધું જ ક્ષણિક નથી, કારણ કે દ્રવ્ય નિત્ય છે, માત્ર જીવ ક્ષણિક નથી તેના પર્યાય-પરિણામે જ અનિત્ય કે ક્ષણિક છે. તેથી જીવન
શરીર સાથે નાશ માની શકાય નહિ, કારણ કે પૂર્વજન્મનું સ્મરણ કરનાર જીવનો, તેને પૂર્વભવના શરીરને નાશ થવા છતાં, નાશ માની શકાય નહિ, અન્યથા પૂર્વભવનું સ્મરણ કેમ થાય ? જેમ બાલ્યાવસ્થાનું સ્મરણ કરનાર વૃદ્ધના આત્માને બાલ્યાવસ્થામાં સર્વથા નાશ નથી, કારણ કે તે બાલ્યાવસ્થાનું સ્મરણ કરે છે, તે જ પ્રકારે જીવ પૂર્વજન્મનું સ્મરણ કરે છે, તેથી પૂર્વ જન્મમાં શરીર સાથે તેનો સર્વથા નાશ સંભવે નહિ. અથવા તે જેમ પરદેશમાં ગયેલ કેઈ વ્યક્તિ સ્વદેશની હકીકતનું સમરણ કરે છે તેથી તેને નષ્ટ માની શકાય નહિ, તેમ પૂર્વજન્મનું મરણ કરનાર વ્યક્તિને પણ સર્વથા નષ્ટ માની શકાય નહિ.
વાયુભૂતિ–પૂર્વ-પૂર્વ વિજ્ઞાનક્ષણના સંસ્કારો ઉત્તર-ઉત્તર વિજ્ઞાનક્ષણમાં સંક્રાન્તા થાય છે, તેથી વિજ્ઞાનક્ષણરૂપ જીવને ક્ષણિક માનવા છતાં સ્મરણની સંભાવના છે.
૧. આ ગીથા પ્રથમ પણ અવિો ગઈ છે–ગા૦ ૧૫૬૯, ૨. આ ગાથી પણ પૂર્વમાં આવી ગઈ છે–ગા૦ ૧૫૭૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org