________________
- બૌદ્ધ અભિધમ્મમાં કામાવચર, રૂપાવચર, અને અરૂપાવર એવી ત્રણ ભૂમિમાં સોનું વિભાજન છે તેમાં નારક, તિર્યંચ, પ્રેત, અસુર એ ચાર કામાવચર ભૂમિ અપાયભૂમિ છે, એટલે કે તેમાં દુખોનું પ્રાધાન્ય છે. મનુષ્ય અને ચાતુશ્મહારાજિક, તાવતિંસ, યામ, સિત, નિમ્માનર તિ, પરનિમિતવસવત્તિ એ દેવનિકાયોને સમાવેશ કામસુગતિ નામની કામવચાર ભૂમિમાં છે. તેમાં કામભોગની પ્રાપ્તિ હોવાથી ચિત્ત ચં ચલ રહે છે.
રૂપાવચરભૂમિમાં ઉત્તરોત્તર ચડિયાતા સુખવાળા સોળ દેવનિકાયોને સમાવેશ છે. તે આ પ્રમાણે– પ્રથમ સ્થાનભૂમિમાં—૧ બ્રહ્મ પારિસજજ, ૨ બ્રહ્મપુરોહિત, અને ૩ મહાબ્રહ્મ, દ્વિતીય ભાનભૂમિમાં-૪ પરિત્તાભ, ૫ અપમાણુભ, અને ૬ આભસર, તૃતીય ધ્યાનભૂમિમાં-૭ પરિત્તસુભા, ૮ અપમાણસભા, ૯ સુભકિહા. ચતુર્થ ધ્યાનભૂમિમાં-૧૦ વેહફિલા. ૧૧ અસગ સત્તા. ૧૨-૧૬ પાંચ પ્રકારના સુદ્ધાવાસ,
સુદ્ધાવાસના પાંચ ભેદે છે તે આ-૧૨ અવિહા, ૧૩ અતપ્પા, ૧૪ સદસા, ૧૫ સદસી, ૧૬, અકનિષ્ઠા
અરૂપાવચર ભૂમિમાં ઉત્તરોત્તર ચડિયાતા સુખવાળ ચાર ભૂમિને સમાવેશ છે ૧. આકાશાનંચાયતન ભૂમિ ૨. વિ.1ણ-ચાયતને ભૂમિ ૩. અકિંચગાયતન ભૂમિ ૪. નવસ નાસ-પાયતન ભૂમિ
નરકેની ગણતરી અભિધમત્કસંગહમાં આપી નથી, પરંતુ મઝિમનિકાયમાં નારકોને જે વિવિધ પ્રકારનાં કષ્ટો પડે છે તેનું વર્ણન મળે છે.-જુએ બાલપંડિતસુરંત-૧૨૯
' જાતકમાં (૫૩૦) આઠ નરકે ગણાવ્યાં છે તે આસંવ, કાલસુત્ત, સંધાત, જલરવ, ધૂમરોવ, તપન, પ્રતાપન, અવચિ. મહાવસ્તુ (૧,૪) માં ઉક્ત પ્રત્યેક નરકના ૧૬ ઉત્સદ (ઉપનરક) માન્યા છે એટલે બધા મળી ૧૬૮૮=૧૨૮ નરકે થયાં. પરંતુ પંચગતિદીપની નામક ગ્રન્થ નરકના ચાર ઉસદ ગણુવ્યિા છે, તે આ-૧ માલ્હકૂ૫,૨ કુકુલ, ૩ અસિપત્તવન, ૪ નદી (ઉતરણી),
દેવલેક સિવાયની પ્રેતયોનિ પણ બદ્ધોએ સ્વીકારી છે. અને એ પ્રેતની રેચક કથાઓ પ્રેતવત્યુ નામના ગ્રન્થમાં આપી છે. સામાન્ય રીતે પ્રેત અમુક પ્રકારનાં દુષ્કર્મ ભેગવવા માટે તે યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. એવા દેશમાં દાન દેવામાં ઢીલ કરવી, યોગ્ય પ્રકારે શ્રદ્ધાપૂર્વક દેવું નહિ, એવી જાતના દેશે ગણાવવામાં આવ્યા છે. દીઘનિકાયના આટાનાટિય સુત્તમાં યુગલોર, ખૂની,લુબ્ધ, ચોર, દગાબાજ આદિ વિશેષણોથી પ્રેતોને નવાજ્યા છે. એટલે કે એવા લોકે પ્રેતયોનિમાં જન્મ ગ્રહણ કરે છે. આનું સમર્થન પતવત્યુમાં પણ છે.
૧. અભિધમ્મસ્થસંગહ પરિ. ૫.
૨. જુઓ ERE-cosmogomy and Cosmology શબ્દ. મહાયાનને વર્ણન માટે જુઓ અભિધમકાષ ચતુર્થસ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org