SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ પિતાનું ફળ પ્રથમ જ આપી દે છે. પહેલાંનાં ગમે તેવાં કર્મ હોય, પણ મરણકાળ-સમયનું જે કર્મ હેય છે તેને આધારે જ ન જન્મ શીધ્ર પ્રાપ્ત થાય છે. ઉક્ત ત્રણેના અભાવમાં જ અભ્યસ્ત કર્મ ફળ આપી શકે છે, એવો નિયમ છે.' પાકકાળની દષ્ટિએ બૌદ્ધોએ કમેના જે ચાર ભેદ કર્યા છે તેની તુલના ઉક્ત ગદર્શનના તેવા કમ સાથે કરી શકાય છે. દષ્ટિધર્મવેદનીય-વિદ્યમાન જન્મમાં જેને વિપાક મળી જાય, ઉપપજજવેદનોય-જેનું ફળ નો જન્મ લઈને મળે છે તે. જે કર્મને વિપાક જ ન હોય તેને અકર્મ કહે છે, અને અનેક ભવોમાં જેને વિપાક મળે તે અપરાપરદનીય. પાકરથાનની દૃષ્ટિએ પણ બૌદ્ધોએ કર્મના ચાર ભેદ કહ્યા છે તે આ–અકુશલને વિપાક નરકમાં, કામાવચર કુશલ કમને વિપાક કામ સુગતિમાં, રૂપાવર કુશલ કર્મને વિપાક રૂપિબ્રહ્મલોકમાં, અરૂપા. વચર કુશલકર્મને વિપાક અરૂ પલકમાં મળે છે. કર્મની વિવિધ અવસ્થાઓ કર્મને આત્માની સાથે બંધ થાય છે તે બાબત કહેવામાં આવ્યું છે, પણ એ બંધ થયા પછી પણ કર્મ જે રૂ૫માં બંધાયું હોય એ જ રૂપમાં ફળ આપે છે એવો નિયમ નથી; તેમાં ઘણું અપવાદ છે. જૈન શાસ્ત્રોમાં કર્મની બંધાદિ દશ અવસ્થાઓનું વર્ણન આવે છે તે આ પ્રમાણે— ૧. બંધ–આત્મા સાથે કર્મને સંબંધ થઈને તેના જે ચાર પ્રકાર–પ્રકૃતિ બંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ છે તે બાબતમાં પ્રથમ કહેવાઈ ગયું છે. જ્યાંસુધી બંધ ન હોય ત્યાં સુધી કર્મની બીજી કોઈ અવસ્થાને પ્રશ્ન જ ઊઠતો નથી. * ૨. સત્તા–બંધમાં આવેલા કર્મ પુદ્ગલે તેની નિર્જરા ન થાય ત્યાંસુધી સંબદ્ધ રહે છે તેને તેની સત્તા કહેવામાં આવે છે. કર્મપુદ્ગલેની નિર્જરા વિપાક દીધા પછી થઈ જાય છે તે કહેવામાં આવ્યું છે, અને પ્રત્યેક કર્મને અબાધાકાળ વીત્યે જ તે વિપાક આપે છે એ પણ કહેવાઈ ગયું છે. અર્થાત અબાધાકાળ પર્યન્ત તે તે કર્મની સત્તા કહેવાય છે. ૩. ઉદ્વર્તન અથવા ઉત્કર્ષણઆત્મામાં બંધાયેલા કર્મની સ્થિતિ અને અનુભાગ બંધ સમયે કષાયની માત્રાને અનુસરીને નકકી થાય છે. પણ તેઓની તે સ્થિતિ અને અનુભાગને કર્મને નવો બંધ થતો હોય તે સમયે વધારી દેવી તે ઉઠર્તન છે. ૪. અપવતન અથવા અપકર્ષણ–પ્રથમ બંધાયેલા કમની સ્થિતિ અને અનુભાગને કર્મના નવા બંધ વખતે ન્યૂન કરવાં તે અપવર્તન છે. - ઉઠન અને અપવર્તનની માન્યતાથી એ સિદ્ધ થાય છે કે કર્મની સ્થિતિ અને તેને ભોગ તે કાંઈ નિયત નથી, તેમાં પરિવર્તન થઈ શકે છે. એક વખત આપણે બૂરાં કર્મ કર્યો હોય, પણ પછી જે સારાં કર્મ કરીએ તે તે વખતે પૂર્વબદ્ધ કર્મ ની સ્થિતિ અને રસમાં ઘટાડે થઈ શકે છે અને સારાં કામ કરીને બાંધેલાં સારાં કમની સ્થિતિને પણ બૂરાં કર્મ કરીને ઘટાડી શકાય છે. અર્થાત સંસારની વૃદ્ધિ હાનિને આધાર મનુષ્યના પૂર્વક કરતાં વિદ્યમાન અધ્યવસાય ઉપર વિશેષ છે. ૧. અભિધમૂલ્યસંગ્રહ ૫. ૧૯; વિસૃદ્ધિમગ ૧૯. ૧૫ ૨. વિસૃદ્ધિમગ-૧૯ ૧૪; અભિધમ્મસ્થસંગ્રહ ૫. ૧૯. ૩. અભિધમ્મત્યસંગ્રહ ૫. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy