SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ એકસોવીશ પ્રકૃતિમાં મિથ્યાત્વ મેહને જે ઉપર એક ભેદ ગણે છે તેને બદલે ત્રણ ભેદ ગણીએ તો ૧૨૨ પ્રકતિ ઉદય અને ઉદીરણની અપેક્ષાએ છે. આમ થવાનું કારણ એ છે કે બંધ તે એક મિથ્યાત્વને જ થાય છે, પણ જીવ પિતાના અધ્યવસાયે વડે તેને ત્રણ પુંજ કરે છે–અશુદ્ધ, અર્ધવિશુદ્ધ અને શુદ્ધ તે ક્રમે મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વ કહેવાય છે. એટલે બંધમાં એક છતાં ઉદયની અપેક્ષાએ અને ઉદીરણાની અપેક્ષાએ એ ત્રણ પ્રકૃતિ ગણાય છે, તેથી ૧૨૦ ને સ્થાને ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ ૧૨૨ પ્રકૃતિ છે. પણ કર્મની સત્તાની અપેક્ષાએ નામકર્મના ઉત્તર ભેદમાં ૬૭ને સ્થાને જે ૯૩ ગણીએ તે ૧૪૮ અને જો ૧૦૩ ગણીએ તે ૧૫૮ થાય છે. નામકમની ઉપર ગણાવેલ ૬૭ પ્રકૃતિમાં પાંચ બંધન, પાંચ સુધાત એ દશ અને વર્ણચતકને બદલે તેના ઉપભેદ ૨૦ ગણીએ તે સેળ, એ એમ કુલ ૨૬ ઉમેરીએ તે ૯૩ ભેદ થાય છે. અને બંધનને બદલે ૧૫ બંધને ગણીએ ૧૦૩ થાય છે. આ બધી પ્રવૃતિઓનું વર્ગીકરણ પુણ્ય અને પાપમાં કરવામાં આવે છે. તે બાબત પ્રસ્તુત ગ્રંથમાં નિર્દેશ છે જ એટલે એ વિશે વિવેચન અહી’ અનાવશ્યક છે. એ ઉપરાંત એને ધ્રુવબંધિની અને અદ્યુવબંધિની એમ બે પ્રકારે વિભાગ પણ કરવામાં આવ્યો છે, તેમાં જે પ્રકૃતિઓ બંધ હેત હોય છતાં બંધમાં અવશ્ય નથી આવતી તે અધવબંધિની અને જે હેતની વિદ્યમાનતા હોય તે બંધમાં અવશ્ય આવે છે તે પ્રવબંધિની કહેવાય છે. ઉક્ત કર્મપ્રકૃતિઓને વિભાગ ધ્રુવોદયા અને અધુવોદયા, એવી રીતના બે પ્રકારમાં પણ કરવામાં આવે છે. જેને ઉદય દયયવહેદ કાલપર્યત કદી વિચ્છિન્ન થતું નથી તે ધ્રુદયા અને જેનો ઉદય વિછિન થઈ જાય છે અને ફરી પાછી ઉદયમાં આવે છે તે ધ્રુદયા અને જેને ઉદય વિછિન થઈ જાય છે અને ફરી પાછી ઉદયમાં આવે છે તે અઘુવોદયા છે. ઉક્ત પ્રકૃતિઓમાંથી સમ્યકત્વાદી ગુણોની પ્રાપ્તિ થયા પહેલાં બધા સંસારી જીવોમાં જે પ્રકૃતિઓ સર્વદા વિદ્યમાન હોય છે તે ધ્રુવસત્તાકા અને જે નિયમતઃ વિદ્યમાન નથી રહેતી તે અધુવસત્તાકા છે.* અન્ય પ્રકૃતિને બંધ અથવા ઉદય કે તે બન્નેને રેકીને જે પ્રકૃતિને બંધ કે ઉદય અથવા તે બને થાય છે તેને પરાવર્તમાન અને તેથી વિપરીત તે અપરાવર્તમાનાએ બે પ્રકારે પણ ઉક્ત પ્રકૃતિઓને વિભાગ છે." ઉક્ત પ્રકૃતિઓમાંથી કેટલીક એવી છે જેને ઉદય જીવ જ્યારે નવું શરીર ધારણ કરવા એક સ્થાનથી બીજે સ્થાન જતો હોય ત્યારે જ થાય છે, એટલે કે વિગ્રહગતિમાં જ થાય છે, તે ક્ષેત્ર વિપાકી કહેવાય છે. કેટલીક પ્રકૃતિએ એવી છે જેને વિપાક જીવમાં થાય છે, તે જીવવિપાકી કહેવાય છે. કેટલીક પ્રકૃતિઓ એવી છે જેને વિપાક નર-નારકાદિભવ સાક્ષેપ છે, તેને ભવવિપાકી કહેવાય છે; અને કેટલીક પ્રવૃતિઓ એવી છે જેને વિપાક જીવ સંબદ્ધ શારીરાદિ પુલમાં હોય છે, તેને પગલ| વિપાકી કહેવાય છે. ૧. જુઓ ગાથા ૧૯૪૬ ૨. આની વિગત માટે જુઓ પંચકર્મગ્રન્થ ગા) ૧-૪ ૩. આની વિગત માટે જુઓ પંચકર્મગ્રન્થ ગાત્ર ૬-૭ ૪. વિશેષ માટે જુઓ પંચમ કર્મઝન્ય ગા૨ ૮-૯ ૫, પંચમ કર્મગ્રન્થ ૧૮-૧૯ ૬. જુઓ પંચકર્મ ગ્રન્થ ૧૯-૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy