SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ પણ એ પ્રજાપતિ અને કર્માંવાદના સમન્વય પોતાની ઢખે કર્યાં જ છે. તેએ માને છે કે જીવાને કર્માનુસાર ફળ તા મળે છે, પણ એ ફળ દેનાર દેવાધિદેવ ઈશ્વર છે. ઈશ્વર પેાતાની ઈચ્છા પ્રમાણે નહિ પરંતુ જીવેાનાં કમને અનુસરીને ફળ આપે છે. આ પ્રકારને સમન્વય સ્વીકારનાર વૈદિક દશનામાં ન્યાય, વૈશેષિક, વેદાંત અને પાછળનું સેશ્વર સાંખ્યદર્શીન છે. વૈદિક પરંપરામાં અદૃષ્ટ-કમવિચાર નવા છે અને બહારથી આવ્યા છે એના પુરાવા એ પણુ છે કે વૈદિક પ્રથમ આત્માની શારીરિક, માનસિક, વાચિક ક્રિયાને જ કમ કહેતા; પછી આગળ વધીને તેએ યજ્ઞાદિ ખાદ્ય અનુષ્ઠાનાને પણ કર્મ કહેવા લાગ્યા. પર ંતુ એ અસ્થાયી અનુષ્ઠાન સ્વયં કુલ કેવી રીતે આપે ? તે તેા તત્કાળ નષ્ટ થઈ જાય છે; માટે કાઈ માધ્યમ કલ્પવું જોઈએ, એમ કહીને અપૂર્વ’નામના પદાર્થની કલ્પના મીમાંસાદર્શનમાં કરવામાં આવી છે, કે જે વેદમાં કે બ્રાહ્મણામાં નથી, પણ દાર્શનિક કાળની છે. એથી પણ સિદ્ધ થાય છે કે અપૂર્વ જેવા અદૃષ્ટ પદાર્થની કલ્પના તેમની મૌલિક નથી, પણ અવૈદિાની અસરનું પરિણામ છે. એ જ પ્રમાણે વૈશેષિકસૂત્રકારે અદૃષ્ટ-ધર્માંધ વિશે સૂત્રમાં ઉલ્લેખા તા અવશ્ય કર્યાં છે, પણ તે અદૃષ્ટની વ્યવસ્થા તા તેના ટીકાકારાએ જ કરી છે. વૈશેષિકસૂત્રકારે અદૃષ્ટધર્માંધ કયા પદાર્થ છે તે કહ્યું નથી, એથી જ પ્રશસ્તપાદને તેની વ્યવસ્થા કરવી પડી છે અને તેણે તેને સમાવેશ ગુણપદાર્થ માં કરી દીધેા છે. અદૃષ્ટ- ધર્માંધ એ ગુણુરૂપે સ્પષ્ટપણે સૂત્રકારે ઉલ્લેખ્યા નથી, છતાં તે આત્મગુણ જ છે એમ શાથી માનવું એનેા ખુલાસા પ્રશસ્તપાદને કરવા પડયો છે. એથી જ સિદ્ધ થાય છે કે વૈરોષિકાની પદાર્થ વ્યવસ્થામાં અદૃષ્ટ એ નવુ* તત્ત્વ છે. આમ યજ્ઞ કે દેવાધિદેવ ઈશ્વર સાથે અદૃષ્ટ-કમ વાદની સ ંગતિ વૈાિએ કરી છે, પ૨ ંતુ યાત્તુિંકા યજ્ઞ સિવાયનાં ખીજાં કર્મો વિશે વિચાર કરી શકયા નથી અને ઈશ્વરવાદીએ પણુ જેટલા ઈશ્વરની સ્થાપના પાછળ પડી ગયા છે તેટલા કમ વાદના રહસ્યનું ઉદ્ઘાટન કરવા સમર્થ નીવડયા નથી, એટલે મૂળે ક વાદ જે પર ંપરાના હતા તેણે જ તે વાદના યથાશક્તિ વિચાર કરીને તેની શાસ્ત્રીય વ્યવસ્થા કરી છે. એ જ કારણ છે કે કમ્'ની શાસ્ત્રીય મીમાંસા જૈન શાસ્ત્રામાં મળે છે તે અન્યત્ર નથી મળતી, એટલે માનવું રહ્યું કે કમ વાદનું મૂળ જૈન પરંપરામાં અને તેથીએ પહેલાંના આદિવાસીઓમાં છે. હવે આપણે કર્મના સ્વરૂપનું વિશેષ વિવરણ કરીએ તે પહેલાં ક ને સ્થાને જે વિવિધ કારણાની કલ્પના કરવામાં આવી છે તે પણ તપાસી લઈએ અને પછી જ તેના પ્રકાશમાં ક વિવેચના કરીએ તે યાગ્ય લેખાશે. કાલવાદ વિશ્વસૃષ્ટિનુ કાઈ કારણ હાવુ જોઈએ એના વિચારતા વૈદપર પરામાં વિવિધ રૂપે થયેલા છે, પરંતુ વિશ્વવૈચિત્ર્યમાં-જીવસૃષ્ટિના વૈચિત્ર્યમાં-નિમિત્ત કારણ શું છે એના વિચાર પ્રાચીન ઋગ્વેદમાં થયેલેા ૧. પ્રશસ્તાદ પૃ૦ ૪૭, ૬૩૭, ૬૪૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy