________________
દેલવાડાનાં દેરાં
પ્રવેશની મુખચતુષી ઉપરાંત દક્ષિણે વાયવ્ય ખૂણા સમીપ નાલમંડપ (વલાનક) પણ કરેલો; હાલ તેને બંધ કરવામાં આવ્યો છે. પૂર્વ તરફની ભમતી ન કરતાં તે સ્થાને હસ્તિશાલા નિયોજી. વિમલવસહીને મુકાબલે અહીં છચોકી અને રંગમંડપ થોડાં નાનાં છે. ઉત્તર-દક્ષિણ ભમતીની બેવડી હરોળ તેમ જ તે બાજુના રંગમંડપને જોડતાં અલિન્દો પણ પ્રમાણમાં સંકીર્ણ કહેવાય. ગૂઢમંડપના ચોકીઆળાંની બરોબર સામે આવતા ભમતીની પટ્ટશાલાના ભાગની આગલી હરોળનાં પદોનો (અને એથી સ્તભોની જોડીઓનો) છેદ કરવામાં આવ્યો છે તેની પણ નોંધ લઈએ. આ સિવાયનું સામાન્ય આયોજન વિમલવસહીના જેવું જ કહી શકાય. કેટલાક વિદ્વાનો માને છે તેમ એનો અર્થ એવો નથી કે વિમલવસહીના આયોજનની અહીં નકલ કરવામાં આવી છે. વાસ્તવમાં તો જૈન મંદિરોના આયોજનનું આવું સ્વરૂપ ૧રમી શતાબ્દીથી તો પૂર્ણપણે નિશ્ચિત થઈ ગયેલું અને એનો એ સમયમાં ગુજરાત તેમ જ રાજસ્થાનમાં સાર્વત્રિક પ્રચાર હતો.
સ્થાપત્યની વાત કરીએ તો વિમલવસહી અને આ મંદિર વચ્ચે રહેલો તફાવત તદ્દન સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. પ્રભાપરિષ્કૃત વિમલવસહીનું ગાંભીર્ય, તેની ભાતોની બલિષ્ઠતા, ભાતીગળતા, તેમ જ પૂરા સમૂહની વિશેષ વિશાળતા અહીંનથી. રાજા ભીમદેવ બીજાના સમયથી પશ્ચિમ ભારતની વાસ્તુકલાનો ઝોક કોરણીનું આધિકય, અપરિમેય બારીકાઈ, અને લાવણ્યલક્ષી ચાંચલ્ય તરફ વળવા લાગેલો. વાઘેલા સમયમાં આ વલણ તીવ્રતર બન્યું. તેજપાલનું આબૂ પરનું આ મંદિર એ આ બારૉક યુગનો પરિપાક છે; શ્રેષ્ઠ ફલપ્રદાન છે એટલું ઉમેરીએ તો યોગ્ય ગણાશે.
આ મંદિરનો પણ વિમલવસહીની સાથે જ ભંગ થયેલો. વ્યવહારી સંઘપતિ પેથડે એનો ઈ. સ. ૧૭રરમાં પુનરુદ્ધાર કરાવેલો. આ ઉદ્ધાર દરમિયાન નવી પ્રતિમાઓ મૂકવા સિવાય બીજું કંઈ ખાસ કરવામાં આવ્યું હોય તેમ લાગતું નથી.
લૂણવસહીનો મૂલપ્રાસાદ વિમલવસહીની જેમ ફાંસનાયુકત છે. એના ગૂઢમંડપના ચોકીઆળાના સ્તબ્બાની કોરણી કર્ણાટના સ્તબ્લોનું સ્મરણ જગાવી જાય છે (ચિત્ર પ૧), પણ વિશેષ અભ્યાસ તો માગી લે છે એની નવચોકી. એની પીઠ મત્તવારણમંડિત કરવામાં આવી છે. જો કે આ કઠોડાને કારણે પ્રકાશનો થોડો અવરોધ થાય છે.
વિમલવસહીની તુલનામાં લૂણવસહીમાં પ્રમાણભારનું ઔચિત્ય ચોગરદમ વિશેષરૂપે નજરે પડે છે. પશ્ચિમ દ્વારેથી નાલમાં પ્રવેશ કરતાં જ લાગલા પટ્ટશાલામાં પ્રવેશી જવાય છે. અહીં પણ વિમલવસહીમાં કર્યું છે તેમ મોરાના ચાર સ્તબ્બો વિશેષ કારીગરીયુકત કર્યા છે (ચિત્ર ૩૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org