________________
દેવી અંબિકાના મંત્રી વિમલ પરમ ઉપાસક હતા. પ્રબંધકારો-સ્તોત્રકારો કહે છે કે, અંબિકાને પ્રસન્ન કરી વિમલે બે વર માગ્યા : પુત્રપ્રાપ્તિ અને દેવાલય નિર્માણ. દેવીએ એમના પુણ્યભાગમાં બેમાંથી એક હોવાની વાત કરી. સુવિચારશીલા ધર્મપત્ની શ્રીદેવીએ સલાહ આપી કે કીર્તિને કલંક લગાવે એવો કોઈ વંશજ પાકે એના કરતાં નિર્વંશ રહેવું ઇષ્ટ છે. દેવમંદિર નિર્માણના વરની માગણી કરો. આબૂ પર દેલવાડાની સન્નિધિમાં દેવભવન માટે સ્થાન પસંદ કરાયું; પણ ત્યાંની ભૂમિ બ્રાહ્મણોને અધીન હતી. પૂર્વે એ સ્થાને જૈનતીર્થની હસ્તી સિદ્ધ થાય તો જ વિમલને ભૂમિ આપવાની તૈયારી એ બ્રાહ્મણોએ બતાવી. પ્રબંધકારના કથન અનુસાર અંબિકાદેવીની સહાયથી વિમલે ત્યાં ચંપકવૃક્ષ નીચેથી ભૂતલમાં રહેલી આદિનાથની પ્રતિમા કાઢી બતાવી. તે પછી બ્રાહ્મણોએ સુવર્ણ પાથરી ભૂમિ લેવાની સૂચના કરી. સત્તાના જોરે ભૂમિ પડાવી ન લેતાં ઉદારચિત્ત વિમલે એ વાતનો પણ સ્વીકાર કર્યો. પ્રબંધાત્મક સાહિત્યમાં જળવાયેલી આ દન્તકથાઓ પાછળનો સાર એ છે કે, મંત્રીશ્વર વિમલ નિ:સંતાન હતા તેથી તે કાળે માન્યતા હતી; અને દેવભૂમિ મેળવવામાં કેટલીક કઠિનતા નડી હશે, ભારે કિંમત ચૂકવવી પડી હશે. મંદિરનું બાંધકામ ચાલુ થયા બાદ આવેલી એક આધિભૌતિક આપત્તિની વાત પ્રબંધકાર લાવણ્યસમય નોંધે છે : એ છે વ્યંતરદેવ વાલિનાહે (વલભીનાથે) કરેલા અવરોધની અને વિમલમંત્રીએ દઢ મનોબળથી કરેલા તેના સામનાની. (વાસ્તવમાં આ ઉપદ્રવ કોઈ સ્થાનિક શબરે કર્યો હશે.) ૧૨મી શતાબ્દીના પ્રશસ્તિકારના શબ્દોમાં કહીએ તો ‘ભવસિંધુ પરના સેતુસમાન’ એ મંદિર પૂર્ણ થયા પછી, સ્તોત્રકારો કહે છે તેમ, ઈ સ ૧૦૩૨માં નાગેન્દ્ર, ચંદ્ર, વિદ્યાધર, અને નિવૃતિફુલના આચાર્યોની ઉપસ્થિતિમાં એમાં ભગવાન યુગાદિદેવની મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી.
દેલવાડાનાં દેરાં
મધ્યયુગમાં તેમ જ આજે પણ આબૂપર્વત પર ચઢવા માટે બે માર્ગો જાણીતા છે. એક તો એની પશ્ચિમે રહેલા હંડાઉદ્રા (હણાદ્રા કે અણાદરા) પાસેથી શરૂ થાય છે; એનો ઉપયોગ હવે તો એ તરફ્ના વાસીઓ જ કરે છે; પણ પૂર્વ બાજુનો ખરેડી(આબૂરોડ)થી ઉપર જતો ૨૯ કિલોમીટરનો પાકો માર્ગ જ કેટલાક દાયકાઓથી સુલભ અને સર્વસાધારણ થઈ ગયો છે. વાહન દ્વારા આયુય (આબૂ કૅમ્પ, માઉન્ટ આબૂ) પહોંચ્યા બાદ દેલવાડા તરફ જવાના બે માર્ગો ટાય છે. બસ છએક કિલોમીટરના લાંબા (અચલગઢવાળા) રસ્તે થઈને જાય છે. ટૂંકો માર્ગ બે'એક કિલોમીટરનો છે. આ માર્ગે ચાલીને આબૂની નિસર્ગશોભાનું રસદર્શન કરતાં કરતાં, શાંતિદાયી શીતળતા અને ખડકો વચ્ચે વસેલી વનશોભાના મધુગંધિલ વાયુમંડલમાં વિહરવાનો લહાવો લેતાં લેતાં જવાથી મનને જે પરમ આહ્લાદનો અનુભવ થાય છે તે વાહન દ્વારા જવાથી નથી થતો. આ સડકે આગળ જતાં છેલ્લે જબરા ખડકને વટાવી વળાંક લેતાં જ એક શકોરાકાર, લીલુંછમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org