SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ તથા કે ઉત્તર : અવયજ્ઞાનથી નિર્ણય કરેલા પદાર્થનું કાળાંતરમાં પણ વિમરણ ન થવું તેને ધારણાઝાન કહે છે. પ્રશ્ન ૩૫ : મતિજ્ઞાનને વિષય પદાર્થ છે, ગુણ છે કે પર્યાય છે? ઉત્તર : મતિજ્ઞાનને વિષય પદાર્થ છે, માત્ર ગુણ પણ નહીં અને માત્ર પર્યાય પણ નહીં. હા, પદાર્થ ગુણપર્યાયાત્મક જ હોય છે. પ્રશ્ન ૩૬: કેવળ ગુણ અથવા કેવળ પર્યાય જ શું કે બીજા જ્ઞાનને વિષય થઈ શકે છે? ઉત્તર ઃ માત્ર ગુણ અથવા માત્ર પર્યાય કઈ પણ (સમ્યગ) જ્ઞાનને વિષય નથી, કારણ કે માત્ર ગુણ અથવા માત્ર પર્યાય અસત છે. અસત કેઈ પણ જ્ઞાનને વિષય હેઈ શકે નહીં. પ્રશ્ન ૩૭ : દ્રવ્યાર્થિક દ્રષ્ટિથી ગુણ જાણી શકાય છે તે પછી તે અસર કેવી રીતે છે? ઉત્તર : દ્રવ્યાર્થિક દ્રષ્ટિએ ગુણની મુખ્યતાથી પદાર્થ જાણવામાં આવે છે માત્ર ગુણ નહીં. પ્રશ્ન ૩૮ : પર્યાયાથિક દ્રષ્ટિએ પર્યાય જાણી શકાય છે તે તે અસત કેવી રીતે છે? ઉત્તર : પર્યાયાર્થિકદ્રષ્ટિએ પર્યાયની મુખ્યત્વથી પદાર્થ જાણવામાં આવે છે માત્ર પર્યાય નહીં. પ્રશ્ન ૩૯ : ગુણ અને પર્યાય ભલે સત્ ન હોય તે પણ સત્ ના અંશ તે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy