________________
ग्राथा ५७
४८७ સ્વત સિદ્ધ, ધ્રુવ, સહજાનંદમય, ચૈતન્યપરમતત્વના ઉપયોગને તત્ત્વજ્ઞાન કહે છે.
પ્રશ્ન રર : તત્વજ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ કેવી રીતે સુગમ બને છે?
ઉત્તર : તત્વજ્ઞાનમાં ઉપગને વિષય અપરિણામી, સ્વત સિદ્ધ પરમપરિણામિકભાવમય નિજ ચેતન્ય રસ રહે છે તેથી સ્થિર વિષયના ઉપગથી ધ્યાન પણ સ્થિર થાય છે.
પ્રશ્ન ૨૩ઃ તત્વજ્ઞાનથી ધ્યાનની સિદ્ધિ કેવી રીતે થાય છે?
ઉત્તર : બાહ્ય પરિગ્રહને આશ્રય કરીને ઇચ્છારૂપ આત્યંતર પરિગ્રહ ઉત્પન્ન થાય છે. ઈચ્છાને ઉભવ થતાં ચિત્ત ચંચળ બને છે. જ્યારે બાહ્યપરિગ્રહને આશ્રય છોડી દેવામાં આવે છે ત્યારે બાહ્ય અને આત્યંતર એમ સમસ્ત પરિગ્રહોના અભાવથી ઈચ્છાને અભાવ થઈ જાય છે. આવી નિર્વાચ્છકતાના ફળમાં સ્વસંવેદનની સ્થિરતા ઉપજે છે. આ પ્રકારે આ ઉત્કૃષ્ટ દયાનની સાધક નિપરિગ્રહતા છે.
પ્રશ્ન ૨૪ : વશચિત્તતાથી ધ્યાનની સિદ્ધિ કેવી રીતે થાય છે?
ઉત્તર : ચિત્ત વશ થવાથી એટલે કે ભેગ, પ્રશંસા, કીતિ વગેરે આધીન ન રહેવાથી ચિત્તની એકાગ્રતા થઈ શકે છે. આ એકાગ્રતા સિદ્ધ થતાં એક ઉપાદેય તત્વ તરફ (તત્વમાં) ચિંતવન રેકાઈ જાય છે. આ પ્રકારે વશચિતતાથી ધ્યાનની સિદ્ધિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org