________________
गाथा ५७
४८५
માત્ર થોડા જ કાળ સુધી આ પરિણતિ આજકાલ ટકે છે આ કારણથી મોક્ષના કારણભૂત અવું શુકલધ્યાન બની શકતું નથી.
પ્રશ્ન ૧૩ : તે આજકાલ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કર્યું ધ્યાન થઈ શકે?
ઉત્તર : આજકાલ ધર્મધ્યાન સુધીની જ પ્રાપ્તિ છે.
પ્રશ્ન ૧૪ : જે મોક્ષનું કારણભૂત એવું શુકલધ્યાન ન બની શકે તે પછી ધ્યાનના પ્રયત્નનું શું ફળ થયું?
ઉત્તર : ધર્મધ્યાન પણ પરંપરાથી મોક્ષનું કારણ છે. આ કાળે પણ એમ કરી શકાય છે કે પિતાના શુદ્ધ આત્માની ભાવનારૂપ નિશ્ચયતપ આદિથી દેવાયુને બંધ કરી ભવાંતરમાં દેવગતિમાં ઉત્પન્ન થવાય. ત્યાંથી પછી વિદેહક્ષેત્રમાં અથવા ચતુર્થકાળમાં મનુષ્યજન્મ પ્રાપ્ત કરી મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે.
પ્રશ્ન ૧૫ : ધ્યાનના મુખ્ય સહાયક સાધક કયા કયા છે?
ઉત્તર : વૈરાગ્ય, તત્વવિજ્ઞાન, નિષ્પરિગ્રહતા, વશચિત્તતા અને પરિષહજય આ પાંચ ધ્યાનના મુખ્ય સાધક છે.
પ્રશ્ન ૧૬ : વૈરાગ્ય કહેવાથી શું સમજવું?
ઉત્તર : સંસાર, દેહ અને ભેગથી ઉપેક્ષા થવી તે વૈરાગ્ય છે.
પ્રશ્ન ૧૭ : સંસારથી કેવી ઉપેક્ષા હેવી જોઈએ?
ઉત્તર : સંસારને અર્થ છે મન, વચન, કાયાની ચેષ્ટાઓ તેમને અહિતરૂપ, વિનશ્વર અને પરભાવરૂપે જાણીને તેમના પ્રત્યેને રાગ હટાવી દેવું જોઈએ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org