________________
३४२
द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર : જે પ્રમાણે, વહાણના છિદ્રો બંધ થતાં પાણું અંદર આવતું બંધ થઈ જાય છે અને કિનારા પાસેના ગામે પહોંચી જાય છે તે પ્રમાણે, શુદ્ધાત્મસંવેદનના બળથી, આશ્રવરૂપી છિદ્રો બંધ થઈ જતાં, કર્મોને પ્રવેશ બંધ થઈ જાય છે; જેથી આત્મા અનંતજ્ઞાનાદિથી ભરેલાં મુકિતનગરને પ્રાપ્ત કરી લે છે ઉપર પ્રમાણે, સંવરના ગુણોનું ચિંતવન કરીને પરમસંવરસ્વરૂપ નિજ શુદ્ધ આત્મતત્વની ભાવના કરવી તે સંવરઅનુપ્રેક્ષા છે.
પ્રશ્ન ૨૧૨ : સંવર–અનુપ્રેક્ષાથી શું લાભ?
ઉત્તર : પરમસંવરસ્વરૂપ, નિજશુદ્ધ, કારણુપરમાત્માની ભાવનાથી આશ્રવની નિવૃત્તિ થાય છે. સંવતત્વ ક્ષમાર્ગનું મૂળ છે, તેની સિદ્ધિ થતાં મેક્ષની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન ૨૧૩ઃ નિર્જરા અનુપ્રેક્ષા કોને કહે છે?
ઉત્તર : “જેમ અજીર્ણ થવાથી, પેટમાં ભેગે થયેલ બગાડ, આહારનો ત્યાગ, કરી ઔષધિ લેવા વડે બહાર, નિકળી જાય છે અર્થાત્ નિર્જરી જાય છેતેમ અજ્ઞાન વડે થયેલે કર્મસંચય,
જ્યારે આત્મા મિથ્યાત્વરાગાદિને છોડીને, સુખદુઃખમાં સમતાધારણરૂપ ઔષધિને સેવે છે, ત્યારે તે કર્મમળરૂપ સંચય દૂર થઈ જાય છે અર્થાત્ નિર્જરી જાય છે અને આત્મા પરમસુખી થઈ જાય છે.” આ પ્રકારે નિર્જરાતત્વનું ચિંતવન કરવું અને સ્વભાવની ભાવના કરવી તે નિર્જરા–અનુપ્રેક્ષા છે.
પ્રશ્ન ૨૧૪ ઃ નિર્જરા અનુપ્રેક્ષાથી શું લાભ? ઉત્તર : શુદ્ધોપગરૂપ નિર્જરા પરિણામના બળથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org