________________
गाथा ३४
તે તેના પહેલાં પણ હતા. આ કારણથી હું. (ચૈતન્યસ્વભાવ) અનાદિ અનત છું.
પ્રશ્ન ૪ : ચૈતન્યસ્વભાવ અહેતુક કેવી રીતે છે ? ઉત્તર : ચૈતન્યસ્વભાવ સ્વતઃસિદ્ધ છે. તે કોઈ કારણેા વડે ઉત્પન્ન થતા નથી. કારણેા વડે જે ઉત્પન્ન થાય છે તે તે પર્યાય છે, કારણ કે જે જે પર્યાય ઉત્પન્ન થાય છે તે તે પહેલાં (પૂર્વ સમયમાં) નહેાતી. હું એટલે ચૈતન્યસ્વભાવ પહેલાં નહાતા એમ નથી, તેથી હું એટલે ચૈતન્યસ્વભાવ અહેતુક છું.
२७१
પ્રશ્ન ૫ : ચૈતન્યસ્વભાવ સહજાનંદમય કેવી રીતે છે ? ઉત્તર : ચેતનમાં આન ગુણુ સહજ છે, સ્વભાવરૂપે છે. આત્માને આનંદગુણ કોઈ અન્ય દ્રવ્યથી થયે નથી તેમ વળી તે આનંદના વિકાસ કોઈ અન્ય દ્રવ્યથી થતા નથી. આ ઉપરાંત, શુદ્ધ ચૈતન્યસ્વભાવની ભાવનામાં સહેજ અનુપમ આન ંદ પ્રગટ થાય છે જેથી પૂર્ણ (આનંદરૂપ) સ્વભાવના સાક્ષાત્ પિર ચય થાય છે. આ કારણથી ચૈતન્યસ્વભાવ સહજ આનંદમય છે.
પ્રશ્ન ૬ : ચૈતન્યસ્વભાવ નિત્ય પ્રકાશમાન કેવી રીતે છે ? ઉત્તર : ચૈતન્યસ્વભાવ દર્શનજ્ઞાનસામાન્યાત્મક છે. આ સ્વભાવ તા નિત્ય પ્રકાશમાન છે જ પરંતુ તેના સાક્ષાત્કાર સભ્યદ્રષ્ટિને થાય છે. વ્યવહારમાં પણ જ્ઞાનદર્શનના વિકાસ, કોઈ ને કોઈ રૂપે પ્રત્યેક જીવમાં જોવામાં આવે છે, અને આ જ ચૈતન્યસ્વભાવના વિકાસ છે. આ કારણથી શૈતન્યસ્વભાવ નિત્ય પ્રકાશમાન છે.
પ્રશ્ન છ : ચૈતન્યસ્વભાવ ધ્રુવ કેવી રીતે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org