SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा ३० २०७ સ્પર્શેન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરવી તેને સ્પર્શેન્દ્રિયવિષય અવિરતિ કહે છે. પ્રશ્ન ૪૧ : રસનેન્દ્રિયવિષય અવિરતિ કોને કહે છે? ઉત્તર : રસના ઇન્દ્રિયના વિષયેથી વિરક્ત ન થવું ગળ્યા, ખાટા વગેરે વિવિધ રસના ખાનપાનની પ્રવૃત્તિ કરવી તેને રસનેન્દ્રિયવિષય અવિરતિ કહે છે. પ્રશ્ન કર : ધ્રાણેન્દ્રિયવિષય અવિરતિ કોને કહે છે? ઉત્તર : ધ્રાણેન્દ્રિયના વિષયોથી વિરકત ન થવું અને સુંદર સુગંધિત પુષ્પ, અત્તર વગેરે સૂંઘવામાં પ્રવૃત્તિ કથ્વી તે ઘણેન્દ્રિયવિષય અવિરતિ છે. પ્રશ્ન ૪૩ : ચક્ષુ ઈન્દ્રિયવિષય અવિરતિ કોને કહે છે? ઉત્તર : આંખના (રૂપના) વિષયેથી વિરક્ત ન થવું અને સુંદર રૂપ, ખેલ, નાટક વગેરે દેખવામાં પ્રવૃત્તિ કરવી તેને ચક્ષુ- ઈન્દ્રિયવિષય અવિરતિ કહે છે. પ્રશ્ન ૪૪ ઃ શ્રોત્રેન્દ્રિય વિષય અવિરતિ કોને કહે છે? ઉત્તર : શ્રોત્રેન્દ્રિના વિષયથી વિરક્ત ન થઈને સુંદર રાગથી ભરેલા શબ્દ, સંગીતસ્વરે વગેરે સાંભાળવાની લાલસાને શ્રોત્રેન્દ્રિયવિષય અવિરતિ કહે છે. પ્રશ્ન ૪પ : મને વિષય અવિરતિ કેને કહે છે? ઉત્તર : મનના વિષયોથી વિરક્ત ન થવું અને યશકીતિ, વિષયચિંતન વગેરે વિષયમાં પ્રવર્તવું તેને મનો વિષય અવિરતિ કહે છે. પ્રશ્ન ૪૬ ઃ ઈન્દ્રિય અને મનના અનિષ્ટ વિષયમાં અરતિ અથવા ઠેષ કરવાને અવિરતિ કહે છે કે કેમ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy