SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક-વિવેચન ૧૩૫ મોક્ષમાર્ગને કભી, વિવિધ ઉપાયમાં પ્રવર્તન કરતા છતાં મક્ષ પામવાને બદલે સંસાર-પરિભ્રમણ કરતા જાણે નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાન વિદ્યમાન વરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? એ દુષમ કાળના દુર્ભાગી જી ! ભૂતકાળની ભ્રમણને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવે એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવેની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવેનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું ? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ. આ અંતરઅનુભવ પરમાત્મપણુની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલે લખ્યું નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમને ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણું કરે છે. શ્રી મહાવીર.” હવે જ્ઞાનસ્વરૂપની પ્રાપ્તિથી પરમ આનંદ થયે તે ઉલ્લાસપૂર્વક પરમાત્મદશા પ્રાપ્ત કરેલ આત્મા પ્રદર્શિત કરે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy