________________
[ ૮૨ ]
એક દિવસ ન જમવું તે ઉપવાસ છે અને એક વખત જમવુ તે એકાસણુ છે. તે દેશના અત્યંત ગરીબ લોકોને એ દિવસ સુધી ભેાજન મળતું નથી કે કેટલાક લાકા લગભગ એકજ સમય ભેજનપ્રાપ્ત કરે છે તે શું તેએ ઉપવાસ કે એકટાણું કરે છે? અને બીજો તર્ક એમ પણ થાય કે રાગીઓને માટે વૈદ્યો લાંઘણુ કરાવે છે અથવા તેને ભુખ નથી લાગતી તે શુ' તે ઉપવાસ છે? અને કેટલીક વખતે મુસાફરી વગેરેમાં ભેાજન અપ્રાપ્ય હેાવાથી અને જમવાનું રહી જાય તે શું તેને ઉપવાસ કહી શું? આમ અનેક તર્યાં-કૃત અને વિતર્યું કરવામાં આવે છે. પરંતુ આ તર્ક ત્યાં સુધી જ છે જ્યાં સુધી આપણે ઉપવાસની સાચીવ્યાખ્યા કે એના હાર્દને સમજ્યા નથી
મે' પ્રારંભમાં કહ્યું તેમ આત્મસાત થવું તે ઉપવાસ છે. ઉપવાસમાં પહેલી જ વિશિષ્ટતા તે એ છે કે સ્વયં સંયમ ધારણ કરવાની અને તમામ પ્રકારના ભાજન ઉપલબ્ધ હૈાવા છતાં જ્યારે મનને દૃઢ બનાવીને સમતા-ભાવ ધારણુ કરીને ભાજનને ત્યાગ કરીએ છિએ ત્યારે જ ઉપવાસને પ્રથમ ચરણ શરૂ થાય છે. એટલે લાંઘણુ કે ભૂખમરાની મજબુરી એમાં હેાતી નથી. પરંતુ સવ ઉપલબ્ધિ હાવા છતાં ત્યાગની ભાવના હૈાય છે અને એ ત્યાગમાં પણ પ્રસન્નતા હોય છે ત્યાગના આનંદ અનુભવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org