________________
[ ૭૪ ] જ્યારે ભાવવામાં આવે છે ત્યારે આત્મ પ્રતિક્રમણ થાય છે. આવા પ્રતિક્રમણ કરનાર નિજાભશુદ્ધતાને પ્રાપ્ત કરે છે. અને તે નિશ્ચયરૂપે કર્મોને ક્ષય કરે છે. પ્રતિક્રમણની ક્રિયા અને પ્રકારે તેની ચર્ચા આપણે ઉદેશ્ય નથી પરંતુ આપણે મૂળ ઉદેશ્ય તો એ છે કે આપણે આખા દિવસમાં સ્વર્થવશ, જાણે અજાણે અનેક એવા કાર્યો કરીએ છિએ જેમાં હિંસાદિ પાપ થતા જ હોય છે. અને તે અતિચારોને મનથી ત્યાગ કરવાની વૃતિ પ્રતિક્રમણમાં કરીએ છિએ અને ફરીથી આવી વૃતિ ન થાય તેજ, આપણે ઉદેશ્ય હોય છે. અને ગુરૂ દ્વારા સત્ય માર્ગને નિર્દેશ પણ મળે છે. આત્મ આલોચના કરવાથી સત્યધર્મ પ્રગટ થાય છે. અને પ્રચ્છન્ન પાપથી આપણે બચીએ છીએ. એવા તમામ પૂ, કર્તવ્ય કે જે પાપને આશ્રવ કરાવે છે તે સહુને સંવર પ્રતિક્રમણથી થાય છે. અને સાધક હંમેશા ધર્મધ્યાનમાં આત્મહિત અંતે પરહિતની ભાવના ભાવ હોય છે. પ્રતિક્રમણ સવારે અને રાત્રે સાધારણ રીતે કરવામાં આવે છે.
સામાયિકમાં અને પ્રતિક્રમણમાં થોડોક ભેદ છે. સામાયિકમાં આત્મસાધનાની એકાગ્ર-ચિત થઈને પ્રવૃતિ આચરવામાં આવે છે. જ્યારે પ્રતિક્રમણમાં કરેલા અશુભ કર્મોનું પ્રાયશ્ચિત કરવામાં આવે છે પણ હું એમ માનું છું કે સામાયિકમાં સ્થિર થવા પૂર્વેની શુદ્ધતા તે પ્રતિક્રમણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org