________________
[ ૧૭ ] આરાધક પોતાને કેમ ભૂલે! તે સહુની સાથે પિતાની શાંતિની કામના કરે છે. તે પિતે પંચમહાવ્રતના પાલનમાં તલ્લીન બની ઉત્તમ શ્રાવક બનીને મનની શાંતિ વાંછે છે. પ્રભુની આરાધના સતત કરતા રહે તેવી તેની ભાવના વ્યક્ત થાય છે.
છેલે આપણે સમસ્ત આરાધનાનું કેન્દ્રબિન્દુતે આખરે આ માનવ અને સમાજ જ છે અને આગળ વધીને વિશ્વ અને પ્રાણી માત્ર છે. જે સંસારના પ્રત્યેક પ્રાણીના મનમાં શાંતિની ઈચ્છા જાગૃત થાય તે પછી યુદ્ધ કે અનીતિ ને સ્થાન જ ન રહે.
આવી શુભ ભાવના ભાવનાર જૈન ધર્મના અનુયાયી કદી અન્યાય ન કરે. આવી ભાવનાથી સભર હોવાને લીધે જ જનધર્મ વિશ્વધર્મ છે. તે સહુને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org