________________
[ ૨૨ ]
ખાન-પાન આહાર-વ્યવહાર ત્યાગવાજ પડશે જે હિંસક હૈય, મનને ઉત્તેજક બનાવે, લેભ તરફ લઈ જાય અને એજણા જન્માવે. ટુંકમાં ઈન્દ્રિને સંયમિત બનાવવા માટે આ ખાન-પાનને સંયમ જરૂરી છે. જેથી પંચપરમેષ્ઠીની આરાધનામાં નિરાકુળ થઈને ચિત્તને પરોવાય. આમ ખાનપાન ધર્મ નથી, પણ ધર્મ સાધનને આધાર છે. સંયમ માટે લગામ છે.
નિશ્ચયંધર્મ :
જ્યારે વ્યવહારધર્મથી પંચપરમેષ્ઠી પ્રત્યે વિનય દાખવનાર છવ સંયમને સાધે છે ત્યારે તે ક્રમશઃ સમ્યકત્વ ધારણ કરી આત્મા તરફ એટલે ભેદ-વિજ્ઞાનની દષ્ટિ કેળવીને આત્મસ્વભાવ તરફ પ્રયાણ કરવા લાગે છે. ચારિત્ર ધારણ કરે છે. આ જીવ રાગ-દ્વેષ રહિત આત્માનાં મૂળ સ્વભાવમાં રમણ કરે છે. સમતા, માધ્યસ્થતા, શુદ્ધભાવ, વીતરાગતા વગેરે ગુણથી ભૂષિત બને છે. રાગરહિત બનવાથી સંસારના પદાથે તેને સ્પર્શી શકતા નથી તે શુદ્ધ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્માનું જ ચિંતવન કરી તપારઢ બને છે. આત્માને મૂળ સ્વભાવ આનંદ છે જે આવા નિશ્ચય ધર્મથી પ્રાપ્ત થાય છે. આ આનંદ ઇન્દ્રિયાતીત હોય છે. જેમાં આંતરિક અનુષ્ઠાન વીતરાગતા અવસ્થાની સાધના મુખ્ય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org