________________
[૧૧૮] (૩) સંસારનું પ્રેક્ષા
સાધક સંસારાનું પ્રેક્ષા વખતે વિચારે છે કે આ જીવ કર્મના નિમિત્તથી સંસારમાં ભ્રમણ કરે છે અને તે સંસારના ઉતગતથી ઉત્પન્ન વાસનાયુક્ત સંસારમાં ભટકે છે. અને તે સંસારના સુખે પાછળ નિરંતર અજ્ઞાન બનીને અનેક પેનિએમાં ફસાયેલું રહે છે પરંતુ જ્યારે તે ચિંતવે છે કે આ સંસાર અસાર છે માત્ર મૃગમરીચિકા છે ત્યારે તે આ ભૌતિક સંસારને ત્યાગીને મેક્ષ પદની આકાંક્ષા કરે છે
(૪) એકત્વ અનુપ્રેક્ષા
સાધક ચિંતન વખતે ભાવના કરે છે કે હું એકલે જનમ્યો છું અને તમામ કર્મોને બંધ મને એકલાને જ ભોગવ પડશે. જન્મ, જરા, મરણના તમામ દુઃખે મારે સહન કરવાના છે તે કઈ દૂર કરી શકવાનું નથી અને જેને હું મારા માનું છું તેઓ માત્ર સ્મશાન સુધીનાજ સાથી છે ત્યારે તે સાધકમાં જ્ઞાન જાગૃત થાય છે અને તે એકત્વ ભાવ ધારણ કરીને શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે અને તેને જ પરમ હિતકારી સહાયક માને છે એટલે માત્ર આત્મા અને ધર્મને જ સાથી માનીને પરદ્ર પ્રત્યેથી નિર્મોહી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org