________________
| [૪] ધર્મ અથવા તે વૈદિક ધર્મ જેટલો જ પુરાતન છે. જિજ્ઞાસુ અને સંશોધન પ્રિય જૈન તથા જૈનેત્તર ભારતીય અને વિદેશી વિદ્વાનોએ પ્રાચીન ગ્રંથોનું અનુશીલન કરીને તથા શિલાલેખે ની લિપિ ઉકેલી તેનું પરિશીલન કરીને ઉપરોક્ત તથ્ય-સત્યને સ્વીકાર કર્યો છે.
પાણિનીકાલીન ભારતવર્ષ” નામના યશોદાયી ગ્રંથના લેખક પ્રસિદ્ધ પુરાણવિદ્દ ડો. વાસુદેવશરણુ અગ્રવાલે અથર્વવેદનાં દષ્ટાંતે પ્રસ્તુત કરતાં લખ્યું છે. “ભિન્ન ભિન્ન ધર્મમાં શ્રદ્ધા રાખનાર તથા વિધ વિધ ભાષાઓ બોલનાર જાત જાતના લોકોને ધરતી પોતાના ખેાળામાં સ્થાન આપે છે.' આ કથન પુરવાર કરે છે કે વેદકાળમાં ભિન્ન ભિન્ન ધર્મ પાળનારા તથા ભિન્ન ભિન્ન ભાષા બોલનાર લેકે હતા. તથા તેમનામાં અરસ-પરસ સહકાર ને સંપ હતે. વિવિધ ધર્મો પાળનાર અર્થાત કે તે સમયે હિન્દુ અથવા વૈદિક ધર્મ સિવાય પણ અન્ય ધર્મો પ્રચલિત હતા, એ તથ્ય ઉપરોક્ત વિધાન સ્પષ્ટ કરે છે તે નિર્વિવાદ છે. અંતઃ સાય તથા બહિંસાક્ષ્યને આધારે એ સિદ્ધ થાય છે કે અન્ય ધર્મ એટલ કે જૈન ધર્મ અથવા તે શ્રમણ ધર્મ પ્રચલિત હતે.
૧. પાણિનીકાલીન ભારત વર્ષ, ૫. ૪ર૯, ડે. વાસુદેવ શરણ અગ્રવાલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org