________________
[૧૩] એવં મેથુનને પણ નોકષાય છે. કહેવામાં આવે છે કારણ કે આ સૌ કર્મોમાં રાગદ્દેશ અને આત્માના અંતરને કલુષિત કરવાની ભાવના રહે છે જે આત્મઘાત કરનારી હોય છે.
વિષય પ્રત્યે આસકિતની અપેક્ષાએ તેની મહત્તા અને તીવ્રતા એના સંદર્ભમાં પણ કપાયના ચાર ભેદ ભર્યા છે. ૧. અનંતાનુબંધી કષાય ૨. અપ્રત્યાખ્યાન ૩. પ્રત્યાખ્યાન અને ૩. સંજવલન આ મંદતા અને તીવ્રતા વેશ્યાઓ દ્વારા પણ પ્રગટ થાય છે. કૃષાની તીવ્રતા અન્યનું અહિત જ નહિ મૃત્યુ પણ નિપજાવી શકે છે.
કષાયના સામાન્ય લક્ષણે વર્ણવતાં કહ્યું છે કે જે ક્રોધાદિત ભાવ જીવને ધર્મથી વિમુખ રાખે છે તે કષાય છે. કષાય વેદનીય કર્મના ઉદયથી ક્રોધાદિરૂપ જે વિકૃતિઓ અથવા કલુષ્યભાવ જન્મે છે કષાય કહેવાય છે અને તેઓ આત્મ સ્વરૂપની હિંસા તે કરે જ છે મુગતિ અને દુર્ગતિમાં પણ લઈ જનારા હોય છે. તાવાર્થસૂત્ર, સર્વાર્થસિદ્ધિ, કષાયપારુણ, વગેરેમાં કપાયની ચર્ચાઓ કરવામાં આવી છે.
કષાય તે આત્માને મૂળ ગુણ નથી પરંતુ આત્મા સાથે પુગલ પરમાણુને લીધે ઉત્પન્ન થાય છે અને તેમને કમના ક્ષયની સાથે ક્ષય કરી શકાય છે. હવે આપણે કષાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org