________________
[૧૬] મૂલ્યવાન વસ્તુને છેતરીને ઓછા ભાવમાં પડાવી લેવી આ બધા ચોરીના જ પ્રકારે છે માટે કપટ રહિત રહી, દુષ્ટ વ્યક્તિઓથી દુર રહી અને , સ્વઉપાર્જિત ધનનો જ ઉપયોગ કરે તે અચૌર્યવ્રતની આરાધના સમાન છે.
કેઇપણ દેશનું પતન તેના બેઈમાન કર્મચારીઓને લીધે હોય છે, ભ્રષ્ટાચાર, ભાઈ-ભતીજાવાદ, પૈસા લઈને કે આપીને કામ કરી આપવાની કે કરાવી આપવાની ભાવના દેશની ગરીબી વધારે છે. અને આજે દેશની વર્તમાન ગરીબીના કારણેમાં આ ચૌર્યવૃતિ મહત્વની છે.
બ્રહ્મચર્યાણુવ્રત!
બ્રહ્મચર્ય એટલે સાધારણ અર્થમાં એમ કહી શકાય કે શીલવ્રતનું પાલન કરવું અર્થાત્ વ્યભિચારથી દૂર રહેવું અને આધ્યાત્મિક રીતે કહીએ તો બ્રહ્મમાં સ્મરણ કરવું એટલે બ્રહ્મચર્ય અર્થાત્ આત્માનું ચિંતન એ બ્રહ્મચર્ય છે. અત્યારે આપણે પ્રથમ અર્થને સંદર્ભમાં ચર્ચા કરીશું.
બ્રહ્મચર્ય તે ગૃહસ્થ માટે એક પત્નીવ્રતનું પાલન છે. તે સિવાયની વાંછા તે વ્યભિચાર છે. જ્યારે મુનિઓ માટે સંપૂર્ણ બ્રહ્મચર્ય મહાવ્રતરૂપે છે. રાજ, સમાજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org