________________
[ ૮૮ ] અનેક ત્રસજી હેવાથી તેમના ભક્ષણથી હિંસાનું પાપ લાગે છે એવી જ રીતે વાસી ભોજન લાંબા સમયનું અથાણું, સાફ કર્યા વગરનું ભેજન, દાળ સાથે દહીંને સંગ અનેક ત્રસજી ઉત્પન્ન કરતા હોવાથી અભક્ષ્ય ગણવામાં આવ્યા છે. બહુબીજક વનસ્પતિને પણ ત્યાગ કરવામાં આવ્યું છે. અને ઋતુ પ્રમાણે સમય મર્યાદાથી બહારના ભોજનને પણ નિષેધ છે. ગરમીને લીધે ખટાશ પકડી લેતા કુગી વાળા પદાર્થોમાં અનેક ત્રસજી ઉત્પન્ન થતા હોવાથી તેમને પણ ઉગ અભક્ષ્ય ગણવામાં આવે છે. કંદમૂળ કોઈ દિવસે અચિત્ થતા નથી કારણ કે કંદમૂળ સ્વયં એક બીજ હોય છે તેના કોઈપણ ભાગનું જે વાવેતર કરવામાં આવે તે તે ઊગી નીકળે છે. એટલે તેને જમીકંદ કે કંદમૂળ કહેવામાં આવે છે અને તેને એટલા માટે જ સદંતર ત્યાગ કરવામાં આવે છે શર્કરા મિશ્રિત મિઠાઈઓની પણ કાલમર્યાદા હોય છે. અમુક સમય સુધી જ તેને વાપરી શકાય અન્યથા તેમાં પણ ત્રસજી ઉત્પન્ન થાય છે જે નુકશાન કરે છે.
કંદમૂળની બાબતમાં કેટલાક લોકો તર્ક કરે છે કે તેમાં જીવ કયાં હોય છે? પરંતુ તમે જે કંઈ પણ કંદને કાપીને એને થોડાક સમય માટે સિંદૂર લગાડી સૂર્ય તરફ ઘરે અને તેને જે સૂક્ષમ દર્શક યંત્રથી જુઓ તે અનેક ત્રસજીની ઉત્પતિ તમને નરી આંખે દેખાશે એવી જ રીતે લીલેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org