________________
પુરુષોત્તમજીએ કર્યો છે. તે કહે છે કે સમાયિકારણરૂપ બ્રહ્મના સત્ત્વ આદિ ગુણ કાર્ય જગતમાં તારતમ્યથી વ્યક્ત થતા દેખાય છે, તેનું કારણ આવરણભંગનું તારતમ્ય છે. અચિવિશ્વમાં ચૈતન્ય વ્યક્ત નથી, ત્યાં તેનું આવરણ છે, પણ ચિતજગતમાં એ આવરણ શિથિલ હોઈ ચૈતન્ય અનુભવાય છે અને ચિજગતમાં પણ ચૈતન્યનું તારતમ્ય છે. તેનું કારણ પણ આવરણભંગનું તારતમ્ય છે. શુદ્ધ આનંદાંશ તે ઈશ્વરમાં જ અભિવ્યક્ત હોય છે.
વલ્લભાચાર્યને એ પ્રશ્ન પણ થશે કે જે વિશ્વનું મૂળ કારણ ત્રિગુણાત્મક પ્રકૃતિ મનાય છે અને તેનાથી જ વિચિત્ર્યની ઉપપત્તિ સાંખ્યાચાર્યો કરતા આવ્યા છે, તે એ મૂળતત્ત્વને ખસેડી તેના સ્થાનમાં અતિરિક્ત બ્રહ્મતની ઈશ્વરરૂપે સ્થાપના કરવામાં વિશેષતા શી છે? આનો ઉત્તર તેમણે આપ્યો છે. તે કહે છે કે ત્રિગુણાત્મક પ્રકૃતિમાં જે સત્ત્વઅંશ છે તેને લીધે સુખનું ભાન ઘટાવી ન શકાય, કેમકે પ્રધાનજન્ય સૃષ્ટિમાં સર્વત્ર સત્ત્વ અંશ તો છે જ. જે એને લીધે સુખ અને જ્ઞાન સંભવિત હોય તે સમગ્ર વિશ્વમાં તે એકસરખાં અનુભવાવાં જોઈએ. પણ આપણે જોઈએ છીએ કે કોઈ એક જ વસ્તુ અનેક જીવને સમાન કાળમાં સુખ, દુઃખ અને મેહનું કારણ બને છે. તેમ જ એક જીવને પણ કાળભેદે એ જ વસ્તુ સુખ, દુઃખ આદિ રૂપ બને છે. તેથી સુખ, દુઃખ, જ્ઞાન આદિને થતે અનુભવ સત્ત્વ આદિ ગુણમૂલક માન ન જોઈએ, પણ ઈશ્વરગત ચિત-આનંદશક્તિની તારતમ્યયુક્ત અભિવ્યક્તિને જ આભારી છે, એમ માનવું જોઈએ. આ રીતે વલ્લભાચાર્યે મૂળકારણ પ્રકૃતિના સ્થાનમાં બ્રહ્મની પ્રતિષ્ઠા કરી અને તેને પરમેશ્વર કહ્યો.
શ્રી ચૈતન્યપ્રભુની પ્રક્રિયામાં તત્ત્વજ્ઞાનની દષ્ટિએ કઈ ખાસ નો મુદ્દો નથી.
હવે છેલ્લે શૈવાચાર્ય શ્રીકંઠને લઈ જોઈએ કે તે બ્રહ્મસૂત્રની વ્યાખ્યામાં બ્રહ્મને ઈશ્વર તરીકે સ્થાપતાં કયું દષ્ટિબિન્દુ સ્વીકારીને ચાલે છે. શ્રીકંઠ અન્ય પૂર્વાચાની પેઠે કહે છે કે બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ છે, પણ તે શિવરૂપે છે, અને એ જ ઈશ્વર છે. વળી, એ ઈશ્વર, કેટલાક માહેશ્વરે યા શવો કહે છે તેમ, માત્ર નિમિત્તકારણ નથી, પણ ઉપાદાન અને નિમિત્ત ઉભય સ્વરૂપ છે. શ્રીકંઠ એ માટે સમાયિ
૧.
જુઓ અણુભાષ્ય ૧. ૧. ૩.......તદ્ વ્રવ...સમવાયતારમ્ | jતઃ સમન્વયાત सम्यगनुवृत्तत्वात् । अस्तिभातिप्रियत्वेन सच्चिदानंदरूपेणान्वयात् । नामरूपयोः कार्यरूपत्वात् । प्रकृतेरपि स्वमते तदंशत्वात् । अज्ञानात् परिच्छेदाप्रियत्वे । ज्ञानेन बाधदर्शनात् । नानात्वम् વેરિયમેવ . તથા આ ઉપરની ગોસ્વામી પુરુષોત્તમજીકૃત ભાષ્યપ્રકાશટકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org