________________
કેઈ સ્થાન જ નથી; જે પુરુષાર્થ છે તે પ્રકૃતિ યા અચેતન તત્ત્વ છે. પ્રકૃતિ જ સૃષ્ટિનું ઉપાદાન અને કત્રી-નિયન્સી છે. તે પિતાને સમગ્ર વ્યાપાર ફૂટસ્થ ચેતનના દ્વિવિધ ભંગ માટે કરે છે. ઈન્દ્રિયજન્ય જ્ઞાન અને વિવેકખ્યાતિ એ બને ભેગો પ્રકૃતિ પુરુષ માટે સિદ્ધ કરે છે. વસ્તુતઃ એ ભેગે પણ પ્રકૃતિના જ છે; પુરુષમાં તે એનો ઉપચાર માત્ર છે. એટલે સાંખ્ય-પરંપરામાં પ્રકૃતિતત્ત્વનું કર્તૃત્વ, રષ્ટિસંહારકારિત્વ એટલું બધું પૂર્ણ મનાયું છે કે તેને લીધે જેમ કૂટનિત્ય ચેતન સ્વીકૃત છતાં તેમાં કવ કે ભકતૃત્વનો કોઈ અવકાશ નથી રહેતું, તેમ ઈશ્વરતત્ત્વના કર્ણ ત્વને તે શું, પણ તેની માન્યતાને પણ અવકાશ નથી રહેતો. અલબત, કેઈ કેઈ વિચારકે એવા પણ થયા છે કે જે એમ માનતા કે સાંખ્ય-પરંપરા ઈશ્વરતત્ત્વને સાવ નિષેધ નથી કરતી. એમનું કહેવું એટલું જ છે કે મોક્ષના સાધનભૂત વિવેકખ્યાતિની પ્રાપ્તિમાં ઈશ્વરની કઈ આવશ્યકતા નથી. પણ ખરી રીતે પચીસતત્ત્વવાદી સાંખ્ય પરંપરામાં ઈશ્વરતત્ત્વનું સ્થાન ઘટી જ નથી શકતું.
હવે જૈન બૌદ્ધ પરંપરા વિષે વિચાર કરીએ. આ બન્ને પરંપરાઓ સાંખ્યની જેમ ફૂટસ્થનિત્યચેતનવાદી નથી. અને જીવ મા ચિત્તતત્વમાં સહજ સદ્ગણને વિકાસ માને છે. અચેતન યા રૂપતસ્વ જીવ યા ચિત્તને પિતાની સગુણવિકાસની દશામાં ઉપકારક થઈ શકે, પણ વિકાસનું મૂળગત બીજ તે જીવ, ચેતન યા ચિત્તમાં જ રહેલું છે. જે સાધકે આ બીજને પૂર્ણપણે વિકસાવી સિદ્ધિ મેળવે છે, તે બધા પિતે જ પૂર્ણ ઈ ઈશ્વર બની રહે છે. આથી ભિન્ન કઈ એ ઈશ્વર નથી, જે રષ્ટિસંહાર કરતે પણ હય, યા તટસ્થ સાક્ષી પણ હોય. સાધકે સાધકદશામાં યા અપૂર્ણ અવસ્થામાં કઈને કઈ આલમ્બનની અપેક્ષા રાખે છે. એવું આલમ્બન, આ બને પરંપરા પ્રમાણે, સ્વપ્રયત્નથી પૂર્ણતા પામેલ સિદ્ધ યા બુદ્ધ જ બની રહે છે; અને જેઓ આવું આલમ્બન લઈ પૂર્ણતા પામે છે તેઓ પણ પાછા બીજા સાધક માટે આલમ્બનનું કામ આપી શકે છે. આમ જૈન અને બૌદ્ધ પરંપરા પ્રમાણે સિદ્ધ, મુક્ત અને બુદ્ધ એવા આત્માઓ કે ચિત્તો એ જ ઈશ્વર કે પરમેશ્વર છે.
મીમાંસક, સાંખ્ય, જૈન અને બૌદ્ધ એ ચારેય પરંપરા વિશ્વમાં પરિવર્તન માને છે. પણ તેઓ વિશ્વને ક્યારેય પ્રથમ ઉત્પન્ન થયું એમ ન માનતા હાઈ વિશ્વની ૧. વિજ્ઞાનભિક્ષુએ સાંખ્ય પ્રવચનભાષ્યની પ્રસ્તાવનામાં આ જ વાત કહી છે?
...ब्रह्ममीमांसाया ईश्वर एव मुख्यो विषय उपक्रमादिभिरवधृतः । तत्रांशे तस्य बाधे शास्त्रस्यैवाप्रामाण्यं स्याद्, यत्परः शब्दः स शब्दार्थ इति न्यायात् । साङ्ख्यशास्त्रस्य तु पुरुषार्थतत्साधनप्रकृतिपुरुषविवेकावेव मुख्यो विषय इतीश्वरप्रतिषेधांशबाधेऽपि नाप्रामाण्यम् । यत्परः शब्दः स शब्दार्थ इति न्यायात् । अतः सावकाशतया साङ्ख्यमेवेश्वरप्रतिषेधांशे दुर्बलमिति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org