________________
૨૯
અનુભવ થાય છે. ઉત્તરકાલીન વિપુલ અને વિવિધ દાર્શનિક સાહિત્ય દરેક પર પરાએ એવી નિષ્ઠા અને જાગ્રત બુદ્ધિથી ખીલવ્યુ` છે કે આજે તેના સાચા અભ્યાસીને તે પ્રત્યે અનન્ય આદર થયા સિવાય નથી રહેતા; એટલું જ નહિ, પણ એ સાહિત્યરાશિમાં એટલી બધી વિચારસામગ્રી છે કે કેઈ પણ સંશોધક તે ક્ષેત્રમાં વર્ષો લગી કામ કરે તેાય તેને તેમાંથી નવનવું મળી જ આવવાનું. આ સાહિત્ય રચનારાઓમાં દરેક પર પરામાં થયેલા કેટલાક અસાધારણ વિદ્વાના તે એવા છે કે તેમનું એકલાનું જ ચિન્તન અને લખાણ અનેક વિદ્વાનોના ધ્યાનને રોકી રાખે તેવું છે.
ઉક્ત સામાન્ય વિધાનોને કેટલાક દાખલાએથી સ્પષ્ટ કરીએ તેા જ તે યથારૂપ ધ્યાનમાં આવે :
૧. લક્ષણપુરસ્કર વ્યવસ્થિત નિરૂપણના દાખલા કણાદ, ન્યાય આદિ દરેક દનના સૂત્રગ્રન્થા છે. ૨. પરીક્ષાપદ્ધતિને દાખલા નાગાનની મધ્યમકારિકા અને ન્યાયસૂત્ર જેવા પરીક્ષાપ્રધાન ગ્રન્થા છે. ૩. સ્વ-તત્ત્વનાં મન્તર્વ્યાના પરિમાનની વૃત્તિ ધક્રીતિનું પ્રમાણુવાર્તિક, જયંતની ન્યાયમાંજરી અને વાચસ્પતિ મિશ્રના ટીકાગ્રન્થા આદિમાં જોવા મળે છે. ૪. પરિભાષાઓનાં નિર્માણ અને તેનાં અસદિગ્ધ અકથન—એ દરેક પર પરામાં રચાયેલ ભાષ્ય, વાર્તિક, ટીકા આદિ ગ્રન્થાદ્વારા સ્પષ્ટ છે. ૫. વાદકળાના નમૂના લેખે ઉદ્યોતકરનું ન્યાયવાર્તિક, કુમારિલનું શ્લેકવાર્તિક, પ્રજ્ઞાકરનું પ્રમાણુવાર્તિકભાષ્ય અને વિદ્યાનન્તની અષ્ટસહસ્રી આર્દિ સૂચવી શકાય. ૬. સ્વદર્શનના બધા પ્રશ્નોને આવરતા ગ્રન્થાનાં ઉદાહરણ અકલકનું રાજવાર્તિક અને વિદ્યાનન્તનું તત્ત્વા શ્વ્લાડવાર્તિક આદિ ગ્રન્થા છે. તેમ જ વિશેષ વિશેષ મુદ્દા પરત્વે રચાયેલા ગ્રન્થાનું ઉદાહરણ બ્રહ્મસિદ્ધિ, આત્મસિદ્ધિ, સ`જ્ઞસિદ્ધિ અને કુસુમાંજલિ જેવા ગ્રન્થા છે. ૭. નભ્યન્યાયની પરિભાષાનું ઉદાહરણ ગ`ગેશના તત્ત્વચિન્તામણિ આદિ ગ્રન્થા છે.
વિચારણાની પ્રેરક દૃષ્ટિઆ
દાનિક પ્રશ્નો સામાન્ય રીતે જગત, જીવ, ઈશ્વર અને મુક્તિ——એ ચાર વિભાગમાં સમાઈ જાય છે. એ બધા જ પ્રશ્નોની છણાવટ ત્રણ દૃષ્ટિને અવલ બી થયેલી છે : લૌકિક, લેાકાન્તર અને લેાકેાત્તર. જે દૃષ્ટિ માત્ર દૃશ્યમાન ઈહલેાકને સ્પર્શી પ્રવર્તે છે, અને તેને આધારે મુદ્દાની ચર્ચા કરે છે તે છે લૌકિક દૃષ્ટિ, જેમ કે ચાર્વાક આદિ. જે દૃષ્ટિ વર્તમાન જન્મ ઉપરાંત પુનર્જન્મ માની વિચાર કરે છે તે લેાકાન્તર ષ્ટિ, જેમ કે ચાર્વાક સિવાયનાં આત્મવાદી બધાં દનેા. લેાકાન્તર ષ્ટિમાં લૌકિક દૃષ્ટિના અસ્વીકાર નથી. જે ષ્ટિ મેાક્ષને લક્ષી વિચાર કરે છે તે લેાકેાત્તર દૃષ્ટિ. એમાંય પૂની એ દૃષ્ટિએના અસ્વીકાર નથી. છતાંય દાર્શનિક ચિન્તનમાં એવાં વલણા અસ્તિત્વમાં આવ્યાં કે જ્યારે ઐહિક દૃષ્ટિ જ નહિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org