SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી -- - - --- -- - - - અધોલોક - - - - - - -- - - - - - નારકોને અન્ય ૧૦ પ્રકારે ક્ષેત્રવેદના... 21 નારકોને નીચે જણાવેલી બીજી પણ ૧૦ પ્રકારની ક્ષેત્રવેદના હોય છે... તે પણ જરા જાણી લઈએ... $િ શીતવેદના: પોષ અથવા મહામાસની કડકડતી ઠંડીવાળી રાત્રે હિમાલય પર્વત ઉપર, સ્વચ્છ આકાશમાં અગ્નિ વિનાના સ્થાનમાં વાયુની વ્યાધિવાલા નિર્વસ્ત્રદરિદ્રીને સતત પવનના સુસવાટાના કારણે હૃદય-હાથ-પગ-દાંત-હોઠ કંપતા હોય તે વખતે તે માણસને શીતલના છંટકાવથી જેવી શીત-ઠંડી વેદના ઉત્પન્ન થાય તે કરતાં પણ અનંત ગુણી શીતવંદના નારકોને નરકમાં થાય છે. કદાચ જો એને નરકાવાસથી ઉપાડીને માહમાસની રાત્રિએ પૂર્વે વર્ણન કર્યું તેવા સ્થાને લાવીને મૂકે તો તે નારક જીવ અનુપમ સખને પ્રાપ્ત કરતો હોય તેમ નિદ્રાવશ થઈ જાય અર્થાત નરકની મહાવ્યથાકારક શીતવેદના સહી હોવાથી, આ વેદના તો તે નારકીને મહાસુખકારક લાગે છે. કિ ઉષ્ણવેદના: ઉનાળાના દિવસોમાં પ્રચંડ સૂર્ય મધ્યાહ્ન તપતો હોય, આકાશમાં છાયાર્થે એકેય વાદળુ ન હોય એ વખતે છત્ર રહિત, અત્યંત પિત્તની વ્યાધિવાળા પુરુષને, ચારે તરફ પ્રજવલી રહેલા અગ્નિના તાપ વચ્ચે જે પીડા ઉત્પન્ન થાય એ કરતાં પણ અનંત ગુણી ઉષ્ણવેદના નરકમાં વર્તતા નારકના જીવોને થાય છે. કદાચ જો એ વેદના સહેતા નારકીઓને ત્યાંથી ઉપાડીને કિંશુક સરખા લાલચોળ જલતા એવા ખદિરના (ખેરના) અંગારાના ઢગલા ઉપર મૂકવામાં આવે અને તે અંગારાઓને ખૂબ તપાવવા ફૂંકવામાં આવે તો પણ એ જીવો (ચંદનથી લેપાયેલા, મૃદુ પવન ખાવાથી અનુપમ સુખને વેદનારા પુરુષની જેમ) સુખ પામતા નિદ્રાવશ થઈ જાય છે. એટલે કે નરકની અનુપમેય ગરમીનો અનુભવ આગળ ખદિરના અંગારા તો (મહાગરમીથી રીઢી થઈ ગયેલી કાયાને) અત્યંત ઠંડા લાગે છે. હવે વિચારો કે નારક જીવોને ભોગવવી પડતી ગરમી કેવી હશે? નારકોનું શરૂઆતની કેટલીક નરકોમાં માત્ર પોતાનું ઉત્પત્તિ સ્થાન જ હિમ જેવું શીતલ હોય છે. બાકીની સમગ્ર ભૂમિ ખદિરના અંગારા કરતાં પણ અત્યંત ઉષ્ણ હોવાથી તેની તીવ્ર વેદના અનુભવવી પડે છે. પછીની કેટલીક નરકોમાં ઉત્પત્તિ સ્થાન ઉષ્ણ અને નરકાવાસો શીત હોય છે. જ ક્ષુધાવેદના:ભૂખ તો પ્રતિક્ષણે જીવતી જાગતી જ બેઠી હોય છે. એ નારકોની જઠરાગ્નિ એટલી પ્રદીપ્ત હોય છે કે વારંવાર નંખાતાં સૂકાં કાષ્ઠો વડે પ્રજવલિત રહેલા અગ્નિની જેમ અતિતીવ્ર શુઘાગ્નિ વડે સદા બળતા ઉદર શરીરવાળા રહે છે. તેઓ સમગ્ર જગતના અન્ન-વૃતાદિપુદ્ગલોનો આહાર કરે તો પણ તૃપ્ત ન થાય ઉત્સુઅશુભ કર્મના ઉદયથી અમનોજ્ઞ પુદ્ગલના ગ્રહણથી તેની નારકની) ક્ષુધા વધતી જ જાય છે. # તૃષ્ણાવેદના એમની તરસ તો સદૈવ, કંઠ, ઔષ્ઠ, તાળુ અને જિલ્લાદિકને શોષી નાખનારી, સઘળાએ સમુદ્રના અગાધ જળનું પાન કરતા પણ શાંત ન થાય એવી હોય છે. ફ્રિ કંડુ (ખરજ) વેદના: આ નારકોને દુઃખદાયી ખરજની ચળ એવી હોય છે કે કરવત કે છરીથી ખણવા છતાં પણ શાંત ન થાય. I૪ પરવશતા વેદના અનારકોની પરવશતા (પરાધીનતા) આપણા કરતા પણ અનંતગણી હોય છે. 3 જ્વરવેદના આ નારકોને જવર-તાવ અત્યંત ઉગ્ર, પણ આપણાથી અનંતગુણો દુઃખદાયક અને જીવનપર્યત હોય છે. # દાહ-શોક-ભય વેદના નારકોના શરીરમાં દાહ-શોક (વિલાપ) અને ભય એ ત્રણે વેદનાઓ આપણા કરતાં અનંત ગુણી હોય છે. ★ क्षारोष्णतीव्रसद्भावनदी वैतरणी जलात् । दुर्गन्धान्मृन्मयाहारदुःखं भुञ्जन्ति दुःसहम् ॥ ભાવાર્થ તેઓ (બારકીઓ..) ખારું, ગરમતથા એકદમતીક્ષા વેતરëી નદીનું પાણી પીએ છે અને દુર્ગધી માઠી ખાય છે એટલે નિરંતર અસહ્ય દુઃખ ભોગવે છે. (હરિવંશ પુરાણ સર્ગ૪, શ્લોક-૩૬૬) પ૩ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org : -
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy