SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી नारोने १० प्रकारे क्षेत्रवेघ्ना rx' ના૨ક જીવોને નરક ક્ષેત્રના સ્વભાવથી જ નીચે પ્રમાણેના ૧૦ પ્રકારે જે દુઃખ આપનારા પુદ્ગલ પરિણામ હોય છે, તે જણાવે છે. ૧ દસ બન્ધન : નારકોની બન્ધનાવસ્થા તથા તેમને પ્રત્યેક ક્ષણે થતા આહારને યોગ્ય પુદ્ગલના સમ્બન્ધ અને ગ્રહણરૂપ બન્ધન પરિણામ જાણે જાજ્વલ્યમાન રીતે જલતા અગ્નિથી પણ અત્યંત દારૂણ હોય છે. ** ગતિઃ નારકોની ગતિ ઊંટ વિગેરેની કુગતિ જેવી અત્યંત દુઃખથી સહી શકાય એવી અને તપાવેલા લોખંડ ઉપર પગ મૂકવા કરતાં પણ અત્યંત દુઃખદાયક છે. rTM સંસ્થાનઃ તેઓનું શરીર એકદમ બિભત્સ-હુંડક સંસ્થાનવાળું, પાંખો કાપેલા અંડજોત્પન્ન પક્ષી જેવું વિરૂપ અને જોતાં જ ઉદ્વેગ કરાવે તેવું હોય છે. ૪૪ ભેદ : શસ્ત્રની ધાર વડે કોઈ કાપે કે ખેંચે અને એમાં જે દુ:ખ થાય એના કરતાં પણ વધુ દુઃખ કુડ્યાદિથી (કુંભી વગેરેમાંથી) નારકીના શરીરનાં પુદ્ગલો છુટાં પડે ત્યારે હોય છે. વર્ણ : આ નારકોના શરીરનો વર્ણ અત્યંત નિકૃષ્ટ, અતિ ભીષણ, મલિન હોય છે. વળી, તેમના ઉત્પન્ન થવાના નરકાવાસો દ્વાર-બારી-જાલિયા વિનાના, સર્વદિશાથી ભયાનક ચારે બાજુ ગાઢ અંધકારમય, શ્લેષ્મ-મૂત્ર-વિષ્ઠા-મલ-રુધિર-વસા-મેદ અને પરુ વિગેરે સરખા અશુભ પુદ્ગલોથી લેપાયેલા ભૂતલ પ્રદેશવાળા અને સ્મશાનની જેમ માંસ-પૂતિ-કેશ-અસ્થિ-નખ-દાંત-ચામડી વગેરેના અશુચિ અને અપ્રિય પુદ્ગલો વડે આચ્છાદિત ભૂમિવાળા હોય છે. us ગંધ : નારકોના શરીરની ગંધ-કોહવાઈ ગયેલા કૂતરા, બિલાડી, નોળીયો, સર્પ, ઉંદર, હસ્તી, અશ્વ, ગાય વગેરેના મૃતકના કલેવરોનો જે દુર્ગંધ હોય તેથી પણ અધિક અશુભતર હોય છે. rTM રસ : લીમડા, ગળો વગેરે કરતાં પણ અત્યંત ટુક હોય છે. T સ્પર્શ ઃ આ નારકોનો સ્પર્શ અગ્નિ-વિંછી-કૌંચ આદિના સ્પર્શથી પણ અત્યંત રૌદ્ર દુઃખાવહ છે. સાતે પૃથ્વીના સ્પર્શો અમનોજ્ઞ છે. વાયુ તથા વનસ્પતિના સ્પર્શો પણ તેમને ત્રાસરૂપ જ હોય છે. rTM અગુરુલઘુ : એઓનો (નારકોનો) પરિણામ અગુરુલઘુ હોવા છતાં પણ તીવ્ર દુઃખનું સ્થાન છે, જે અત્યંત પીડાકારી છે. અધોલોક 20 rTM શબ્દ : નારકો સતત પીડાતા-કચડાતા હોવાના કારણે અત્યંત દુઃખદ આક્રંદ વડે વિલાપ કરતા હોવાથી નારકોના શબ્દો પણ કરુણા ઉપજાવે તેવા હોય છે. આ પ્રમાણે ૧૦ પ્રકારના અશુભ પુદ્ગલ-પરિણામો સ્વરૂપ વેદના નારકીને વિષે અવશ્ય હોય છે.* * અત્યારની વૈજ્ઞાનિક દુનિયામાં દેખાતા-સંભળાતા ચિત્ર-વિચિત્ર અવનવા રોગો આગળ કાંઈ આશ્ચર્ય જેવું નથી, ‘શરીર રોગમંવિતમ્'' આવું જે સૂત્ર કહ્યું છે, તે બરાબર છે. રોગો બધાય વિદ્યમાન છે, ફક્ત ıિમત્ત મળતાં જ તેનો પ્રાદુર્ભાવ થાય છે. નરકમાં તમામઅશુભ ıિમત્તો ઉર્વાસ્થત થઈ ગયા હોય છે એટલે ત્યાં દુઃખનું અંતિમસામ્રાજ્ય વર્તતું હોવાથી આ બધું જ સંભવિત છે. RA DANDIR Jain Education International ACHARYA * atsi For Private & Personal Use Only Kena ૫૧ www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy