________________
જૈન કોસ્મોલોજી
HIMI
૧૫ પ્રકારના પરમાથામી દેવો
us અસુરકુમારાદિ ૧૦ પ્રકારે જે ભવનપતિ પૂર્વોક્ત બતાવવામાં આવ્યા છે તેમાં જે પ્રથમ પ્રકારના અસુરકુમાર દેવોમાં ૧૫ પ્રકારના પરમાધામી દેવો છે એમનાં યથાર્થ નામો નીચે પ્રમાણે છે.
અધોલોક
19
(૧) અમ્બ, (૨) અમ્બરીષ, (૩) શ્યામ, (૪) શબલ, (૫) રૌદ્ર, (૬) ઉપરૌદ્ર, (૭) કાળ, (૮) મહાકાળ, (૯) અસિપત્ર, (૧૦) ધનુ, (૧૧) કુમ્ભ, (૧૨) વાલુક, , (૧૩) વૈતરણ, (૧૪) ખરસ્વર અને (૧૫) મહાઘોષ... હવે આ ૧૫ પરમાધામીઓના નામ પ્રમાણેનાં કાર્યો પણ જોઈ લઈએ. ૪ (૧) અમ્બ નામક પ૨માધામી નારકોને ઊંચે લઈને પછાડે છે. (૨) અમ્બરીષ નામક પરમાધામી નારકોને તે ભઠ્ઠીમાં પકાવી શકાય એવા ટુકડા કરે છે. (૩) શ્યામ નામે પરમાધામી એમને કાપે કૂપે છે. (૪) શબલ નામક પરમાધામી નારકોના આંતરડા તથા હૃદયાદિને ભેદે છે. (૫) રૌદ્ર નામે પરમાધામી એમને ભાલા પરોવે છે. (૬) ઉપરૌદ્ર નામે પરમાધામી એમના અંગોપાંગને ભાંગે છે. (૭) કાળ નામે પરમાધામી તેઓને કુંડ વગેરેમાં પકાવે છે. (૮) મહાકાળ નામે પરમાધામી એમના પોચાં માસના ટુકડાઓ ખાંડી ખાય છે. (૯) અસિપત્ર નામે પરમાધામી તલવાર જેવા પત્રોનું વન બનાવે છે. (૧૦) ધનુ નામે પરમાધામી ધનુષ્યમાંથી છોડેલાં અર્ધચંદ્રાકાર બાણો વડે એમને વીંધે છે. (૧૧) કુમ્ભ નામે પરમાધામી એમને પકાવે છે. (૧૨) વાલુક ; નામે પરમાધામી કદમ્બ પુષ્પ વગેરેના આકારવાળી રેતીમાં એમને ભુંજે છે. (૧૩) વૈતરણ નામે પરમાધામી ઉકળતા રુધિર, પરૂ વગેરેથી ભરેલી વૈતરણી નદી બનાવે છે. (૧૪) ખરસ્વર નામે પરમાધામી વજ્રજના કાંટાઓને લીધે ભયંકર એવા શાલ્મલી વૃક્ષ ઉપર તેઓને ચઢાવીને કઠોર શબ્દપૂર્વક ખેંચે છે. (૧૫) મહાધોષ નામે પરમાધામી નાસી જવાને પ્રયત્ન કરનારાઓને હાક મારીને રોકે છે.
ઇસ આ પરમાધામીઓ આવાં અનંત પાપ સંચિત કરી, મૃત્યુ પામી, અત્યંત દુઃખી એવા “અંડગોલિક” થાય છે એ હકીકત નીચે પ્રમાણે જાણવી.
જ્યાં સિંધુ નદી લવણસમુદ્રને મળે છે ત્યાંથી દક્ષિણ તરફ પંચાવન યોજન ઉપર આવેલી એક વૈદિકાની અંદર ૧૨ યોજન પ્રમાણ એક ભયાનક સ્થળ છે. ત્યાં ૩ યોજન સમુદ્રની ઊંડાઈ છે. જેમાં ૪૭ અંધકારમય ગુફાઓ છે. એની અંદર પહેલા સંઘયણવાળા, પરાક્રમી, મદ્ય-માંસ અને લોલુપી-જળચર મનુષ્યો રહે છે એમનો વર્ણ કૃષ્ણ છે, સ્પર્શ કઠિન છે અને દૃષ્ટિ અતિ ભયાનક છે. ૧૨ હાથની એમની કાયા છે અને સંખ્યાત વર્ષનું એમનું આયુષ્ય હોય છે.
આ સત્તાપદાયક સ્થળથી ૩૧ યોજન દૂર સમુદ્રની વચ્ચે અનેક મનુષ્યની વસ્તીવાળો રત્નદ્વીપ નામે દ્વીપ છે. ત્યાંના મનુષ્યો પાસે વજની બનાવેલી ઘંટીઓ હોય છે. એ ઘંટીઓના પડને તેઓ મઘ-માંસ વડે લીંપે છે ને તે વસ્તુઓ એમાં નાંખે પણ છે. મદ્યમાંસ ભરેલા તુંબડાઓના વહાણ ભરીને તેઓ સમુદ્રમાં જાય છે અને એ મદ્ય-માંસ વડે પેલા જલચર મનુષ્યોને લલચાવે છે. એટલે વસ્તુના સ્વાદમાં લુબ્ધ એ જળ-મનુષ્યો એમની પાછળ પડીને ક્રમે ક્રમે એ ઘંટીઓમાં પડે છે... હવે તેઓ અગ્નિમાં પકાવેલા માંસને તથા જુના મદ્યને બે ત્રણ દિવસ ખાઈને સુખેથી રહે છે. એટલામાં તો રત્નદ્વીપવાસી સુભટો ત્યાં આવીને ઉપર ઘંટીનું બીજું પડ મૂકીને પછી તે ઘંટીઓને ચારે તરફથી ઘેરી લે છે. ન ફરી શકે એવી હોવા છતાં પણ એને એક વર્ષ સુધી ફેરવ્યા કરે છે, તો પણ પેલાઓનાં અસ્થિ લેશમાત્ર પણ ભાંગતા નથી. એવા ભયંકર દુઃખોને સહન કરતા મહામુસીબતે તેઓ ૧ વર્ષને અંતે મૃત્યુ પામે છે અને તે મનુષ્યો તેમના શરીરમાંથી અંડમાં રહેલ ગોળીઓને પ્રાપ્ત કરે છે. પછી રત્નોને મેળવવાની ઈચ્છાવાળા તેઓ તેઓની તે ગોળીઓને ચમરીના પૃચ્છના વાળથી ગૂંથી, બંને કાને લટકાવી સમુદ્રમાં પ્રવેશ કરે છે એમ કરવાથી કરચલા, જુડ, માછલા, મગરમચ્છાદિ હિંસક જીવો તેઓને કઈ પણ હેરાન કરી શકતા નથી તેમજ તેઓ સમુદ્રમાં ડુબતા નથી અને જળમાં પણ તે ઉદ્યોત માર્ગદર્શક થઈ પડે છે.
આ પ્રમાણે પરમાધામીઓ ઘોર કર્મ બાંધી અંડગોલિકપણે ઉત્પન્ન થઈ, આવી ભયાનક ઘંટીઓમાં પીલાઈ મહાન દુઃખોને અનુભવી ત્યાં પણ મહાન કર્મો બાંધી સંસારમાં રખડતા જ ફર્યા કરે છે.
(આ ભાવાર્થ “મહાનિશિથ’’ના ચોથા અધ્યયનમાં કહેલો છે.)
Jain Education International
For Private & Personal Use Only
૪૯
www.jainelibrary.org