________________
જૈન કોસ્મોલોજી
H
અંતરનિકાયના દેવો સંબંધિ ભેદ-પ્રભેદ
જ હવે પિશાચ-ભૂત-યક્ષ-રાક્ષસ-કિન્નર-કિંપુરુષ-મહોરંગ અને ગાંધર્વ આ આઠ પ્રકારના જે વ્યંતર દેવો છે, તેમના અંગે વિશેષ જાણકારી મેળવીએ.
અધોલોક
17
rTM ૧૬ પ્રકારે પિશાચ ઃ (૧) કૃષ્માંડ, (૨) પટક, (૩) જોષ, (૪) અભિક, (૫) કાળ, (૬) ચોક્ષ, (૭) અચોક્ષ, (૮) મહાકાળ, (૯) વનપિશાચ, (૧૦) તૃષ્ણિક, (૧૧) તાલમુખર, (૧૨) દેહ, (૧૩) વિદેહ, (૧૪) મહાદેવ, (૧૫) પિશાચ, (૧૬) અઘસ્તારક. તેઓ સ્વાભાવિક સુંદર રુપવાળા હોય છે, સૌમ્ય આકૃતિવાળા હોય છે અને કંઠ તથા હસ્તમાં રત્નોના આભૂષણો પહેરે છે.
૪ ૯ પ્રકારે ભૂત : (૧) સૂક્ષ્મ, (૨) પ્રતિરુપ, (૩) અતિરુપ, (૪) ભૂતોત્તમ, (૫) સ્કન્દિકાક્ષ, (૬) મહાવેગ, (૭) મહાસ્કન્દિક, (૮) આકાશક, (૯) પ્રતિચ્છન્ન. તેઓની સુંદરાકૃતિ છે. ઉત્તમ રુપ છે અને તેઓ અંગે વિવિધ ભાતના વિલેપનો કરે છે.
u૪ ૧૩ પ્રકારે યક્ષ ઃ (૧) પૂર્ણભદ્ર, (૨) માણિભદ્ર, (૩) શ્વેતભદ્ર, (૪) હરિભદ્ર, (૫) સુમતભદ્ર, (૬) વ્યતિપાકભદ્ર, (૭) સર્વતોભદ્ર, (૮) સુભદ્ર, (૯) યક્ષોત્તમ, (૧૦) રુપયક્ષ, (૧૧) ધનાહાર, (૧૨) ધનાધિપ અને (૧૩) મનુષ્યયક્ષ. તેઓનું શરીર માનોન્માનના પ્રમાણવાળું છે. એમના હાથ-પગના તળિયા, તાળુ, જિહ્વા, હોઠ અને નખ લાલ હોય છે. તેઓ મસ્તક પર મુકુટ અને અંગે વિવિધ આભૂષણો ધારણ કરે છે. તેઓ સ્વભાવે ગંભીર છે અને એમનું દર્શન મનોહર છે.
૪૭ પ્રકારે રાક્ષસ ઃ (૧) વિઘ્ન (૨) ભીમ (૩) મહાભીમ (૪) રાક્ષસ-રાક્ષસ, (૫) વિનાયક, (૬) બ્રહ્મરાક્ષસ અને (૭) જળરાક્ષસ. એમને વિકરાળ લાલ લટકતા હોઠ હોય છે અને તેઓ સુવર્ણના આભરણ પહેરે છે અને તેઓની આકૃતિ અતિ ભયંકર હોય છે.
* ૧૦ પ્રકારે કિન્નર ઃ (૧) કિન્નર, (૨) રુપશાળી, (૩) હૃદયસંગમ, (૪) રતિપ્રિય, (૫) રતિશ્રેષ્ઠ, (૬) કિંપુરુષ, (૭) મનોરમ, (૮) અનિન્દ્રિત, (૯) કિંપુરુષોત્તમ, (૧૦) કિન્નરોત્તમ... એમનું મુખ અધિક સૌંદર્યવાન છે અને તેઓ તેજે ઝળહળતો મુગુટ ધારણ કરે છે.
× ૧૦ પ્રકારે કિંપુરુષ : (૧) સત્પુરુષ, (૨) પુરુષોત્તમ, (૩) યશસ્વાન, (૪) મહાદેવ, (૫) મરુત્, (૬) મેરુપ્રભ, (૭) મહાપુરુષ, (૮) અતિપુરુષ, (૯) પુરુષ, (૧૦) પુરુષ ઋષભ... તેઓ રુપાળા છે. એમના હાથ અને મુખ મનોહર છે. તેઓ વિચિત્ર પ્રકારની માળાને ધારણ કરે છે અને ભાત-ભાતનાં વિલેપનો અંગ પર રચે છે.
૪ ૧૦પ્રકારે મહોરગઃ (૧) ભુજગ, (૨) ભોગશાળી, (૩) મહાકાય, (૪) અતિકાય, (૫) ભાવંત, (૬) સ્કન્ધશાલી, (૭) મહેશ્વક્ષ, (૮) મેરુકાન્ત, (૯) મહાવેગ, (૧૦) મહોરમ. આ સર્વે મહાવેગવાળા હોય છે અને મોટા શરીરવાળા હોય છે તેમજ અંગો પર ચિત્ર-વિચિત્ર આભૂષણોને પણ ધારણ કરે છે.
૪ ૧૨ પ્રકારે ગાંધર્વ : (૧) હાહા, (૨) હૂહુ, (૩) તૂમ્બરુ, (૪) નારદ, (૫) ઋષિવાદક, (૬) ભૂતવાદક, (૭) કાદમ્બ, (૮) મહાકાદમ્બ, (૯) રૈવત, (૧૦) વિશ્વાસુ, (૧૧) ગીતરતિ* અને (૧૨) સગીતયશ. આ દેવોનો સ્વર ખૂબ જ સુંદર હોય છે, પ્રિયદર્શન છે, ઉત્તમરુપ છે. વળી, તેઓ મસ્તક પર મુકુટ અને કંઠે હારને ધારણ કરે છે.
આ પ્રમાણે વ્યંતરોની ભેદ-પ્રભેદથી ૮૭ જાતિ થાય છે.
* શ્રી સરસ્વતીદેવી આ (ગીતર્ગત) ઈન્દ્રની અગ્રર્માહી (મુખ્ય પટ્ટરાણી) છે, એમક્ષેત્રસમાસ તથા ભગવતી સૂત્ર અને સ્થાતાંગ સૂત્રની ઢીંકામાં કહેલ છે. તેમજ એનપ્રશ્નોત્તરી-૨૩૬માં પણ આ જ વાત પુરવાર કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
૪૫
www.jainelibrary.org