________________
જૈન કોસ્મોલોજી----------
જૈન કોસ્મોલોજી
લોક વર્ણન
------લોક વર્ણન
જીવાસ્તિકાય...
12
જ “નવન્તિ પ્રાપન્યારવન્તતિ ગવા:' એટલે ઈન્દ્રિયાદિ ૧૦ બાહ્યપ્રાણોને, વાસ્તવિક દૃષ્ટિએ સમ્યગ્રજ્ઞાન દર્શન-ચારિત્ર્યાદિ રુપ ભાવ પ્રાણોને જ ધારણ કરે તે જીવ કહેવાય છે. જીવનું બીજું લક્ષણ ચેતના કહ્યું છે એટલે જીવમાત્રમાં સૂક્ષ્મથી લઈને ઉત્તરોત્તર વધતા એવાં જ્ઞાનાદિકના અંશો હોય જ છે. જ્ઞાન વિનાનો કોઈ જીવ હોતો જ નથી અને જ્ઞાન વિનાનો જો કોઈ જીવ હોય તો તે જીવ ન હોય પણ અજીવ હોય*. અખિલ વિશ્વમાં સર્વ તત્ત્વોમાં જીવતત્ત્વ જ પ્રધાન તત્ત્વ છે. બીજા તત્ત્વો એના આશ્રયનું અવલંબન કરવાવાળા છે. આ જીવ વ્યવહારનયે કર્મનો કર્તા, તેનો ભોક્તા તદાનુસારે સંસાર અટવીમાં ભ્રમણકર્તા અને અંતે એ જ આત્મા તે કર્મનો પરિનિર્વાતાવિનાશ કરનારો છે અને નિશ્ચયનયની દૃષ્ટિએ જીવ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ સ્વગુણનો જ કર્તા અને ભોક્તા છે.
હવે આ જીવદ્રવ્ય “દ્રવ્યથીઅનંત સંખ્યામાં છે. “ક્ષેત્ર"થી ચૌદ રાજલોકમાં ઉત્પત્તિવાળું છે. “વત્ર"થી અનાદિ-અનંત છે. “ભાવ”થી અરુપી હોવાથી વર્ણ-ગંધાદિક રહિત છે અને “ગુપ"થી જ્ઞાન-દર્શનાદિ ગુણયુક્ત છે અને આકારથી સ્વ-સ્વશરીર તુલ્ય વિવિધાકૃતિવાળું છે.
અસ્તિકાચનો વઘુ પરિચય અને તેની તારવણી.. જ આ પાંચ અસ્તિકાયોમાં ધર્માસ્તિકાયાદિ ૪ અજીવકાયો છે જયારે એક જીવ એ જીવકાય છે. જેનામાં જ્ઞાનાદિકનો ઉપયોગ વર્તતો ન હોય તેને અજીવ કહેવાય છે. “અસ્તિકાય” એમાં “અસ્તિ” શબ્દ પ્રદેશ વસ્તુનો વાચક છે અને કાય” શબ્દ સમુદાય-સમૂહનો વાચક છે. અસ્તિકાયની વ્યુત્પત્તિ કરીએ તો જેના વડે પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવે તેવા પ્રદેશોનો સમૂહ તેને અસ્તિકાય કહેવાય છે.
ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો નિત્ય છે સદા સ્થિર છે અને અરુપી છે. માત્ર એક પુદ્ગલ દ્રવ્ય જ રુપી છે. ધર્મ-અધર્મ અને આકાશ આ ત્રણ દ્રવ્યો (કે તત્ત્વો) અનેક નહીં પણ એક-એક છે અને તે નિષ્ક્રિય (ગતિ ક્રિયા ન હોવાની અપેક્ષાએ...) છે. ધર્મ-અધર્મ અને જીવ આ ત્રણ દ્રવ્યો અસંખ્યાત પ્રદેશ અને પરસ્પર સમાન પ્રદેશ છે. આકાશ અનંત પ્રદેશ છે. જ્યારે પુદ્ગલ સંખ્યાત-અસંખ્યાત અને અનંતપ્રદેશી છે. આ પ્રમાણે પંચાસ્તિકાયનું કિંચિત્ સ્થૂલ સ્વરૂપ જણાવ્યું... હવે કાળ દ્રવ્ય વિષે જણાવીએ છીએ.
*વિશેષાવશ્યક ભાષ્યાદિ ગ્રંથોમાં બતાવેલું છે કે કોઈ પણ જીવ માત્રમાં જ્ઞાનનો અનંતમો ભાગનિત્ય ઉઘાડો જ હોય છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે એના લીધે જ ચેતના છે. જો એમ થાય તો તે જીવ, જીવસ્વરૂ૫ ન રહેતાં જડ બની જાય એવું બનતું નથી. માટે માનવું જ પડે કે જીવમાત્રમાં જ્ઞાઠી રહેલું છે.
“તસ૩મviતમાકો, નિવ્વપાડો ય સત્રનીવાdi ” | વિ. સ. મ. /થા-૪૬૭ |
કેવલજ્ઞાનીની દૃષ્ટિએ પુગલનો અવિભાજ્ય ભાગ તે પરમાણુ. આ દૈષ્ટિએ આજના વિજ્ઞાનીઓએ માનેલો પરમાણુ, પરમાણુ છે જ નહીં. કારણ કે તેનું ઈલેક્ટ્રોન, પ્રોટોન,ન્યુટ્રોન, ક્લાર્ક વગેરે અનેક પ્રકારના કણોમાં વિભાજન શક્ય છે અને થાય પણ છે. આજ સુધી પ્રોટોનને અવિભાજ્ય માનવામાં આવતો હતો, પરંતુ છેલ્લા સંશોધકોએ એ પ્રોટોનના પણ મૂળભૂત કણોપ ક્લાર્ક છે અને ૩ ક્લાર્ક ભેગા થઈ પ્રોટોન બને છે... એવું દશવિલ છે. | વિજ્ઞાનીઓએ અણુઓ, પરમાણુઓ તથા ઈલેક્ટ્રોન, ન્યુટ્રોન, પોઝીટ્રોન, ક્લાર્ક વગેરે સંખ્યાબંધ જે મૂળભૂત કણો શોધ્યા છે તે બધા જ પ્રથમ દારિક વર્ગણામાં આવે છે. જૈનદર્શનમાં પરમાણુની ઉત્કૃષ્ટ ગતિન સમયમાં ૧૪ સજલોકપ્રમાણ ઊંચા બ્રહ્માંડના છેક નીચેના છેડાથી લઈને છેક ઉપરના છેડા સુધીની કહી છે. (જૈનધર્મના વૈજ્ઞાનિક રહસ્યોમાંથી)
-- 38)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org