________________
જૈન કોસ્મોલોજી
લોક વર્ણન
11
પુદ્ગલાસ્તિકાય...
ફ્રિ પ્રતિસમય “પુ”=પુરણ એટલે મળવું અને “પત્ર"=ગલન એટલે કે છૂટા પડવું કે વિખરાવું... આવા સ્વભાવવાળો પદાર્થ તે પુદ્ગલ કહેવાય. કારણ કે, સમયે સમયે પુદ્ગલ સ્કંધો નવા નવા પરમાણુઓથી પૂરાય છે અને પ્રતિ સમય પૂર્વબદ્ધ પરમાણુઓથી તે વિખરાઈ પણ જાય છે. એ પુદ્ગલ પ્રદેશ સમૂહરુપ હોવાથી આ દ્રવ્યને “અસ્તિકાય”થી સંબોધાય છે. વળી એ પુદ્ગલ વાસ્તવિક રીતે પરમાણુ સ્વરૂપ છે, પરંતુ તેના વિકારરુપે સંખ્ય-અસંખ્ય અને અનંત પ્રદેશી ઢંધો પણ બને જ છે. માટે જ સ્કંધને વૈભાવિકધર્મવાળી અને પરમાણુને સ્વાભાવિકધર્મવાળો કહેલ છે. એ દરેક ભેદવાળા (પ્રાયઃ) અનંતા પુદ્ગલો જગતમાં સર્વત્ર સર્વદા વિદ્યમાન છે. જ આ પુદ્ગલ દ્રવ્ય “દ્રવ્યથી પરમાણુઓ અને ક્રિપ્રદેશી સ્કોથી લઈ અનંતપ્રદેશી ઢંધો સુધીના અનંતા પુદ્ગલો જાણવા, “ક્ષેત્રમાંથી ચૌદ રાજલોક પ્રમાણ, “વનિ'થી અનાદિ-અનંત અને “ભાવ”થી વર્ણ-ગંધ-રસ શબ્દ અને સ્પર્શથી સહિત હોવાથી રુપદ્રવ્યો છે તેમજ“''થી પૂરણ-ગલનના સ્વભાવવાળું હોવાથી વિવિધ પરિણામી અને વિવિધતાકૃતિવાળુ છે. જ મુખથી બોલાતો “સચિત્ત', પત્થરના અથડાવવાથી ઉત્પન્ન થતો “અચિત્ત” અને જીવના પ્રયત્નથી વાગતાં વાજિંત્રનો નાદતે “મિશ્ર”, એ ત્રણે પ્રકારના અવાજો... રુપ, શબ્દ, અંધકાર, ઉદ્યોત, છાયા, પ્રભા, આતપ, પાંચ પ્રકારના નીલ વગેરે વર્ણો, સુગંધ-દુર્ગધ, આમ્લ-મધુરાદિ પાંચ રસ, ગુરુ-લઘુ વગેરે આઠ પ્રકારના સ્પર્શ, એ સર્વે પુગલના સ્વભાવિક તેમજ વૈભાવિક લક્ષણો-પરિણામો છે.
પંચાસ્તિકાયદ્રવ્યોમાં ફક્ત પુદ્ગલ દ્રવ્ય જરુરી છે. આથી આપણે ચક્ષુ આદિ ઈન્દ્રિય દ્વારા પુદ્ગલનું કે પુદ્ગલના ગુણોનું જ પ્રત્યક્ષ જ્ઞાન કરી શકીએ છીએ. આપણને આંખ દ્વારા જે કાંઈ પણ દેખાય છે તે બધું પુદ્ગલ જ છે. કારણ કે, જયાં રુપ હોય ત્યાં રસ, ગંધ, સ્પર્શવગેરે ગુણો પણ અવશ્ય હોય છે. આથી જ રુપની જેમરસ, ગંધ, સ્પર્શવગેરે ગુણો પણ પુદ્ગલ દ્રવ્યના જ છે.
જ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કે જીવાસ્તિકાયના પ્રદેશો મૂળ દ્રવ્યમાંથી કદી છૂટા પડતા નથી, કારણ કે, ધર્માસ્તિકાયાદિ અરુપી છે અને અરુપી દ્રવ્યોમાં સંશ્લેષ (ભેગા થવું) કેવિશ્લેષ (છૂટા પડવું)નો અભાવ હોય છે.જયારે પુદ્ગલ દ્રવ્યના પ્રદેશો મૂળ દ્રવ્યમાંથી છૂટા પડે છે અને ભેગા પણ થાય છે તેમજ એક સ્કંધના પ્રદેશો એ સ્કંધમાંથી છૂટા પડીને અન્ય સ્કંધમાં જોડાય છે. આથી જ પુદ્ગલ દ્રવ્યોના સ્કંધોના પ્રદેશોની સંખ્યા અનિત્ય જ રહે છે. માટે જ એક જ સ્કંધમાં કોઈક વાર સંખ્યાત, તો કોઈ વાર અસંખ્યાત, તો કોઈક વાર અનંત પ્રદેશો પણ હોય છે. * કદાચકોઈ સ્કંધોમાં પ્રતિસમય તેવું પણ બને તો પણ અમુકવ-ગંધાદિકનોવિવિધ ભેદોમાંથી કોઈ પણ ભેદવું પુરાવવુ તથા તેનું વિખરાવતો અવશ્ય હોય જ છે.
- પરમાણુની ગતિ )જેમ જૈન દર્શનની માન્યતા પ્રમાણે પરમાણુ૧ સમયમાં ચૌદ રાજલોક સુધી ગતિ કરી શકે છે. તેમવિજ્ઞાનની માન્યતા પ્રમાણે- (૧)પ્રત્યેક ઈલેકટ્રોન૧ સેકંડમાં ૧૩૦૦ માઈલની ગતિ કરે છે.(૨)ગેસનાપરમાણુઓ૧ સેકન્ડમાં એક બીજા સાથે ૬ અબજવાર અથડાય છે. (૩) પ્રકાશની ગતિ ૧ સેકન્ડમાં ૧ લાખ૮૬ હજાર માઈલની બતાવવામાં આવે છે તેમજ (૪) હીરા જેવા ઠોસપદાર્થોના અણુઓની પણ ગતિ દર કલાકે ૯૫૦ માઈલની છે. વગેરે...વિજ્ઞાન જો સત્યાન્વેષી જ રહેશેતો જરુર એમ લાગે છે કે એક દિવસ સર્વજ્ઞકથિતતત્ત્વજ્ઞાનમાં જરુરભળી જશે.
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org