________________
જૈન કોસ્મોલોજી
લોક વર્ણન
આકાશાસ્તિકાય (અલોકાકાશ) # અલોકાકાશ એ લોઢાના પોલા ગોળા સરખો છે અને લોકાકાશથી અનંતગુણો છે. જો કે આ અલોકના અંતને પાર પામવાને કોઈ સમર્થ નથી જ છતાં અસતું કલ્પના દ્વારા શ્રી ભગવતી સૂત્ર-૧૧મા શતકે, ૧૦મા ઉદ્દેશે, ૨૦માં સૂત્રે જે ઘટના કહેલી છે તેની અહીં સીધી નોંધ લઈએ... ૪િ મેરુપર્વતની દશે દિશામાં કૌતુકી દેવો ઉભા રહે અને એ જ મેરુની ચારે દિશાએ ૨૨ લાખ યોજન દૂર આવેલા માનુષોત્તર પર્વત ઉપર આઠે દિશાએ મેરુને પૂંઠ કરી અર્થાત્ મનુષ્ય ક્ષેત્રમાં બહારના દ્વીપ સમુદ્રો તરફ મુખ રાખીને આઠ દિક્કુમારીકાઓ પોતાના હાથમાં રહેલા બલિના પિંડને પોતપોતાની દિશા સન્મુખ ફેંકે. આઠે કુમારીકાઓથી એક જ સમયે ફેંકાયેલા એ આઠે દિશાના બલિપિંડો પૃથ્વી ઉપર પડતા પહેલા જ મેરુપર્વત ઉપર રહેલા દેવોમાંથી કોઈ પણ એક દેવ માનુષોત્તરે પહોંચીને આઠે દિશાએ ફરીને તે પિંડોને કેવા પ્રકારની શીઘગતિએ અદ્ધરથી જ ઉપાડી લે.... તેવી જ શીઘગતિથી તે બધા દેવો અલોકનો અંત જોવાની ઈચ્છાથી દશે દિશાઓમાં એક સાથે પ્રયાણ કરે. હવે એવામાં કોઈ એક ગૃહસ્થને ત્યાં એક લાખ વર્ષના આયુષ્યવાળો પુત્ર જન્મ્યો. પુનઃ તે પુત્રને ત્યાં એક લાખ વર્ષના આયુષ્યવાળો બીજો પુત્ર જન્મ્યો. એ પ્રમાણે સાત પેઢીઓ (વંશ) સુધી લાખ લાખ વર્ષના આયુષ્યવાળા પુત્રોના જન્મ થતા રહે. કાળે કરીને તે લાખ લાખ વર્ષના આયુષ્યવાળા સાતે પુત્ર-પુરુષો મરણ પામી જાય. તેઓના હાડ-માંસ-મજ્જાદિ પણ વિનષ્ટ થઈ જાય યાવતું તેનું નામ નિશાન પણ ન રહ્યું હોય. આટલો કાળ પસાર થયા પછી જો કોઈ એક જિજ્ઞાસુ વ્યક્તિ (આત્મા) શ્રી કેવળી ભગવંતને પ્રશ્ન પૂછે કે હે ભગવંત ! તે દેવોનું શેષ ક્ષેત્ર (જવાને માટે બાકી રહેલું) ઘણું રહ્યું છે કે ગતક્ષેત્ર (ઓળંગેલું ક્ષેત્ર) ઘણું છે? તે અવસરે ભગવંત ઉત્તર આપે કે પૂર્વે કહ્યો તેટલો કાળ ગયો છતાં ઉલ્લંઘન કરેલું ક્ષેત્ર (અનંતમાં ભાગ જેટલું) અતિઅલ્પ છે અને હજુ જવાને બાકી રહેલું ક્ષેત્ર (અનંતગણું) ધણું છે. આ દૃષ્ટાંતથી અલોકની વિશાળતા કેટલી અપાર છે તે કલ્પી શકાય. ૪િ અનંત વિસ્તારવાળા અલોકનો આકાર પોલા લોહના ગોળા સરખો છે અને તે અલાક લોકની ચારે બાજુએ રહેલો છે. તે ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યોથી રહિત છે માત્ર ત્યાં કેવળ આકાશ-પોલાણ સિવાય બીજું કાંઈ જ નથી... એથી ભગવતી સૂત્ર ગ્રંથમાં શ્રી ગૌતમસ્વામીજી પ્રશ્ન પૂછે છે કે, “હે ભગવંત! મહાન ઋદ્ધિવાળો મહાન સમર્થ શક્તિવાળો કોઈક દેવ લોકાત્તે ઉભો રહીને અલોકને વિશે હાથ અને પગ યાવતું સાધન વગેરે કોઈ પણ અંગ અસારવા માટે સમર્થ છે? ઉત્તર : હે ગૌતમ ! એ કાર્ય કરવાને તે સમર્થ નથી. અલોકને વિશે ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય દ્રવ્યોનો અભાવ હોવાથી ત્યાં તે દેવોની (જીવ-પુદ્ગલોની) કોઈ પણ પ્રકારે ગતિ સ્થિતિ થઈ શકતી જ નથી. તો પછી મનુષ્યાદિકની તો વાત જ શી કરવી?” (જુઓ ભગવતી સૂત્ર, શતક/૧૬, ઉદ્દેશો/૮) આ અલોક લોકની ચારે બાજુ છે અને ધર્માસ્તિકાયાદિક પાંચ દ્રવ્યોથી રહિત છે. જેથી ત્યાં આકાશ સિવાય બીજું કાંઈ જ નથી. એથી જ કોઈ પણ ઈન્દ્ર કે દેવ લોકાન્ત ઉભો રહી અલોકને વિષે હાથ કે પગ વગેરે કાંઈ પણ પસારવા સમર્થ નથી. જો આકાશાસ્તિકાય દ્રવ્ય ન હોત તો અનંત જીવો અને અનંત પરમાણુઓ અને તેઓના અનંત સ્કંધો વિશ્વ-લોકાકાશમાં રહી ન શકત.
જેમ એક તસુમાં એક લાકડું રહી શકે તેટલી જ જગ્યામાં તેટલું સોનું વધુ ભારે છતાં રહી શકે છે. તે આ અવકાશ જગ્યા આપવાના દ્રવ્યને કારણે જ .. તેમજ આ પ્રમાણે પૂર્વ કહેવાયેલા ધર્માસ્તિકાયાદિ ત્રણેય દ્રવ્યોમાં અનંત અગુરુલઘુ પર્યાયો રહેલા છે. કારણ કે અરુપી દ્રવ્યોમાં જ આ પર્યાયો રહેલા છે.
ન ૨૯) www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only